NRI Samachar

News of Thursday, 20th April, 2017

ગુગલ ઓર્ગેનાઇઝેશનની ડોનેશન પાંખનું પ્રશંસનીય કૃત્‍યઃ ભારતના વંચિતોને શિક્ષણ આપવા કાર્યરત ૩ NGOને આઠ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું

ગુગલ ઓર્ગેનાઇઝેશનની ડોનેશન પાંખનું પ્રશંસનીય કૃત્‍યઃ ભારતના વંચિતોને શિક્ષણ આપવા કાર્યરત ૩ NGOને આઠ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું

         

         

         ન્‍યુ દિલ્‍હીઃ ગુગલ ઓર્ગેનાઇઝેશનની ડોનેશન પાંખએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે કાર્યરત ૩ NGOને ૮.૪ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું છે.

         આ ત્રણ NGO પૈકી ભારતના વંચિત બાળકોને શિક્ષણ આપવા ક્ષેત્રે કાર્યરત સંસ્‍થા ‘‘પ્રથમ''ને ૬.૭ મિલીયન ડોલર, શિક્ષકો શ્રેષ્‍ઠ શિક્ષણ આપી શકે તે માટે તેઓને અદ્યતન શિક્ષણ સામગ્રી આપવા માટે કાર્યરત સંસ્‍થા ‘‘ધ મિલીઓન સ્‍પાર્કસ ફાઉન્‍ડેશનને ૧-૨ મિલીયન ડોલર તથા વિશ્વના ઇન્‍ટરનેટથી વંચિત વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા પૂરી પાડતી સંસ્‍થા ‘‘લર્નીગ ઇકવાલીટી''ને ભારતમાં  ઉપયોગમાં લેવા માટે ૫ લાખ ડોલરનું ડોનેશન આપ્‍યું છે જે ન્‍યુ દિલ્‍હીમાં યોજાયેલા સમારંભ સમયે અર્પણ કરાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

          

 (09:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS