NRI Samachar

News of Thursday, 20th April, 2017

અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયા બાદ હવે ન્‍યુઝીલેન્‍ડએ પણ વીઝા નિયંત્રણો કડક બનાવ્‍યાઃ સ્‍થાનિક કર્મચારીઓને અગ્રતા આપી ઇમીગ્રન્‍ટસની સંખ્‍યા ઘટાડવાનો હેતુ

અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયા બાદ હવે ન્‍યુઝીલેન્‍ડએ પણ વીઝા નિયંત્રણો કડક બનાવ્‍યાઃ સ્‍થાનિક કર્મચારીઓને અગ્રતા આપી ઇમીગ્રન્‍ટસની સંખ્‍યા ઘટાડવાનો હેતુ

         

         

          વેલિંગ્‍ટોનઃ અમેરિકા તથા ઓસ્‍ટ્રેલિયાઓ વિદેશી કર્મચારીઓ માટે વીઝા નિયમો કડક બનાવ્‍યા બાદ હવે ન્‍યુઝી લેન્‍ડએ પણ બંને દેશોનું અનુકરણ કરી નવી વીઝા પોલીસી જાહેર કરી છે. જે મુજબ તેઓ વિદેશી કર્મચારીઓની વધી ગયેલી સંખ્‍યાને નિયંત્રણમાં રાખવા માંગે છે. તથા સ્‍થાનિક કર્મચારીઓને અગ્રતા આપવા માંગે છે.

         નવી વીઝા નિતી મુજબ વિદેશી કર્મચારીએ કુશળ કર્મચારીની વ્‍યાખ્‍યામાં આવવા માટે ઓછામાં ઓછો સરેરાશ પગાર મળે તેવી કંપનીમાં નોકરી મેળવવી જોઇએ. તેમજ વિશેષ કુશળતા ધરાવતા કર્મચારી તરીકે સ્‍થાન મેળવવા સરેરાશ કરતા દોઢ ગણો પગાર મેળવવાનો રહેશે. તથા ઓછી કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને ૩ વર્ષની મર્યાદામાં વીઝા મેળવી શકશે ન્‍યુઝીલેન્‍ડમાં છેલ્લા ૬ માસમાં બીજીવખત વીઝા પોલીસમાં ફેરફાર કરાયો છે.

          

 (09:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS