NRI Samachar

News of Thursday, 20th April, 2017

‘‘ટી વીથ હેડ માસ્‍ટર'': બાળકોના વાલીઓ તથા શિક્ષકો વચ્‍ચે સેતુ સાધવાનો પ્રયાસઃ તેલંગણાની સ્‍કૂલોમાં નવી પધ્‍ધતિ મુજબ શિક્ષણ મળે તે માટે NRI શ્રી સુધીર જીલગામએ કમર કસીઃ અમેરિકાની માફક ૯૦ ટકા બાળકો સરકારી સ્‍કૂલોમાં ભણે તેવો પ્રયત્‍ન કરશે

‘‘ટી વીથ હેડ માસ્‍ટર'': બાળકોના વાલીઓ તથા શિક્ષકો વચ્‍ચે સેતુ સાધવાનો પ્રયાસઃ તેલંગણાની સ્‍કૂલોમાં નવી પધ્‍ધતિ મુજબ શિક્ષણ મળે તે માટે NRI શ્રી સુધીર જીલગામએ કમર કસીઃ અમેરિકાની માફક ૯૦ ટકા બાળકો સરકારી સ્‍કૂલોમાં ભણે તેવો પ્રયત્‍ન કરશે

             હૈદ્દાબાદઃ યુ.એસ.માં સ્‍થાયી થયેલા ભારતના તેલંગણાના વતની NRIએ પોતાના વતનના બાળકોને શિક્ષણની આધુનિક તથા નવી પધ્‍ધતિથી સજજ કરવા કમર કસી છે.

             અમેરિકાના વોશીંગ્‍ટનમાં રહેતા NRI સુધીર જાલગામએ વતનના બાળકોના અભ્‍યાસની તરક્કી માટે યુ.એસ.ની પધ્‍ધતિ મુજબ વાલીઓને  પણ રસ લેતા કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના ઘડતરમાં જોડવા માટે ‘‘ટી વીથ હેડમાસ્‍ટર' પ્‍લાન રજુ કર્યો છે. જે અમેરિકામાં ‘‘કોફી વીથ પ્રિન્‍સીપાલ'' તરીકે ઓળખાય છે જે મુજબ બાળકોના વાલીઓ તથા શાળાના શિક્ષકો વચ્‍ચે અભ્‍યાસમાં નડતા પ્રશ્નોની ચર્ચાઓ કરી તેના નિરાકરણ માટે પ્રયત્‍નો કરાશે.

            ઉપરોક્‍ત પ્‍લાનનો અમલની શરૂઆત હામલાં ૨ સરકારી સ્‍કૂલો શરૂ કરી દેવાઇ છે. જે બદલ અમેરિકાની સીટલે સ્‍કુલના પ્રિન્‍સીપાલએ ચિફ મિનીસ્‍ટર શ્રી કે.ચંદ્રશેખર રાવને બિરદાવ્‍યા છે.

            ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૯૦ ટકા જેટલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્‍કુલોમાં ભણાવે છે. જેનું અનુકરણ તેલંગણામાં પણ થાય તેવો પ્રયત્‍ન કરાશે. 

             

 (09:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS