NRI Samachar
rss-feed-icon
 

તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા સુદ - ૧ મંગળવાર

 

1503417286‘‘વંદે માતરમ'', ‘‘ગોડ બ્‍લેસ ઇન્‍ડિયા'', ગોડ બ્‍લેસ અમેરિકા : યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ર૦ ઓગ.ના રોજ FIA આયોજીત ‘‘ઇન્‍ડિયા ડે પરેડ''માં માનવ મહેરામણ ઉમટી પડયો : ભારતના ૭૧માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલી પરેડના ગ્રાન્‍ડ માર્શલ બાહુબલી ટુ ના રાણા દગ્‍ગુબાતી તથા ચિફ ગેસ્‍ટ ખુબસુરત અભિનેત્રી તમન્ના ભાટીયાએ આકર્ષણ જમાવ્‍યું : શણગારેલા રપ ફલોટસમાં ર૬ ગૃપ દ્વારા વતની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવાયું : એર ઇન્‍ડિયાની મહિલાઓ સંચાલિત ફલાઇટના કેપ્‍ટન, પાઇલોટ, મેનેજર તથા ક્રુ મેમ્‍બર્સ સહિત ૧૬ મહિલા કર્મચારીઓએ પરેડના આકર્ષણમાં ચાર ચાંદ લગાવી દીધા : કોમ્‍યુનીટી અગ્રણીઓ, રાજકીય આગેવાનો તથા ર લાખ ઉપરાંત લોકોએ પરેડમાં શામેલ થઇ ત્રિરંગો લહેરાવી દેશભકિતના દર્શન કરાવ્‍યા(09:26 pm IST)

તા. ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - અમાસ સોમવાર

 

તા. ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૨/૧૩ શનિવાર

 

તા. ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૧ શુક્રવાર

 

તા. ૧૭ ઓગસ્ટ ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ શ્રાવણ વદ - ૧૦ ગુરૂવાર

 

1502996392શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં પર્યુષણ મહાપર્વની આરાધના આનંદ અને ઉલ્લસભર્યા વાતાવરણમાં થશેઃ આ પર્વની આરાધના કરાવવા માટે મુંબઇથી પૂજય તેજ સાહેબજી શિકાગો ખાસ પધારશે અને આ પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના જે ધાર્મિક કાર્યક્રમમાં યોજાનાર છે જેમાં શેત્રુંજય ૯૯ પ્રકારી પૂજન તેમજ ગૌતમ સ્‍વામી પૂજન, તથા શ્રી કુમારપાળ રાજાની ભવ્‍ય આરતી અને લધુ સિધ્‍ધ ચક્ર મહાપૂજનનનો સમાવેશ થયેલ છે : તેની આરાધના કરાવવા માટે જીનયભાઇ શાહ શિકાગો પધારનાર છે અને મુંબઇના જાણીતા સંગીતકાર સંપ્રતિભાઇ શાહ આ પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક સ્‍તવનો રજુ કરશે : પર્યુષણ પર્વની આરાધના શરૂ થનાર હોવાથી સંઘમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે(12:30 am IST)