Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ઓ બાપ રે... કેરળમાં ૧૬ વર્ષની કિશોરી ૧૫ વર્ષના કિશોરના બાળની માતા બની

ટૂંકા ગાળામાં બીજો કિસ્‍સો બનતા ખળભળાટ

    થિરૂવનંતપુર તા. ૨૧: એક વિચિત્ર અને આઘાત પમાડે તેવા કેસમાં પથનાપુરમ (કોલમ) પોલીસે ગુરૂવારે ૧૩ વર્ષીય બાળકને પકડીને કસ્‍ટડીમાં મોકલ્‍યો હતો કેમ કે તેના પર ૧૫ વર્ષની બાળકીને માતા બનાવવાનો આરોપ લાગ્‍યો હતો. તેને કોલમ ચિફ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ સમક્ષ ઉપસ્‍થિત કરવામાં આવ્‍યો હતો. મેજિસ્‍ટ્રેટે તેને જામીન આપ્‍યા હતા અને તેના માતા-પિતા સાથે જવા દીધો હતો. તાજેતરમાં અર્નાકુલમમાં આવો જ એક કેસ સામે આવ્‍યો હતો જેમાં ૧૬ વર્ષની છોકરીએ બાળકને જન્‍મ આપ્‍યો હતો જેનો પિતા ૧૨ વર્ષીય છોકરો હતો.

   પોલીસના જણાવ્‍યા પ્રમાણે નવમાં ધોરણમાં અભ્‍યાસ કરતી છોકરીએ એક બાળકને જન્‍મ આપ્‍યો હતો અને બાદમાં ચાર દિવસ પહેલા જ આ કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. છોકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્‍ટરે છોકરીની માતાને જણાવ્‍યું હતું કે તે ગર્ભવતી છે. જોકે, ડોક્‍ટરે તેને કોઈ સારી હોસ્‍પિટલમાં જવાની સલાહ આપી હતી અને દ્યરે પરત ફર્યા બાદ છોકરીએ બાળકને જન્‍મ આપ્‍યો હતો. ત્‍યારબાદ પોલીસ કેસ કરવામાં આવ્‍યો હતો. છોકરીના નિવેદનમાં જણાવ્‍યા પ્રમાણે તેની ટીનેજર પાડોશીએ તેને ગર્ભવતી બનાવી હતી. છોકરો આઠમાં ધોરણનો વિદ્યાર્થી છે અને તે મેંગલોર તેના સંબંધીના દ્યરે ગયો હતો જયાં પોલીસે તેને સમન્‍સ પાઠવ્‍યા હતા. બુધવારે પોલીસ સાદા ડ્રેસમાં તેના માતા-પિતાની હાજરીમાં તેનું નિવેદન લીધું હતું. છોકરાએ સ્‍વીકાર્યું હતું કે તેણે તે છોકરી સાથે કેટલીક વખત સેક્‍સ માણ્‍યું હતું. બાદમાં ગુરૂવારે પોલીસે તેને કસ્‍ટડીમાં લીધો હતો અને તેને જૂવેનાઈલ જસ્‍ટિસ બોર્ડ સમક્ષ હાજર કર્યો હતો.

   પોલીસે ગુરૂવાર સાંજે તેના હોલીના નમૂના લીધા હતા અને તેના માતા-પિતાની મંજૂરી લીધા બાદ તે જ બાળકનો પિતા છે તે નક્કી કરવા માટે તેનો ડીએનએ ટેસ્‍ટ પણ કરવામાં આવ્‍યો હતો. પ્રથનપુરમ સર્કલના ઈન્‍સ્‍પેક્‍ટર એસ.નંદકુમાર આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હાલમાં તો છોકરીની ફરિયાદના આધારે ફક્‍ત છોકરા સામે જ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. બંને હજી નાના છે અને પુખ્‍તવયના નથી તેથી અમે આગળની કાર્યવાહી માટે કાયદાકિય નિષ્‍ણાંતોની સલાહ લઈશું.

 (04:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો