Mukhy Samachar

News of Friday, 21st April, 2017

BSNL દ્વારા પ્રિપેઇડમાં ત્રણ નવા વાઉચર મુકાયા ૩૪૯-૩૩૩-૩૯૫નો ધમાકોઃ ૩૩૬માં હવે ડેઇલી ૩જીબી

૩૩૩માં ડેઇલી ૩ જીબી ૯૦ દિવસ માટે : ૨૪મી એપ્રીલથી રાજકોટ સહિત દેશભરમાં અમલી

BSNL દ્વારા પ્રિપેઇડમાં ત્રણ નવા વાઉચર મુકાયા ૩૪૯-૩૩૩-૩૯૫નો ધમાકોઃ ૩૩૬માં હવે ડેઇલી ૩જીબી

   રાજકોટ તા. ૨૧ : ભારત સંચાર નીગમ લીમીટેડ - બીએસએનએલએ આગામી ૨૪મી એપ્રીલથી અમલમાં આવે તે રીતે પ્રીપેઇડ મોબાઇલનું ત્રણ ધડાકાવાળા વાઉચર - સ્‍કીમ - યોજના અમલમાં મૂકી છે, ૨૪મીથી આ સ્‍કીમ રાજકોટ સહિત દેશભરમાં અમલી બનાવાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

   આ યોજનામાં ૩૪૯ના વાઉચર માં ૨૮ દિવસ માટે દેશભરમાં અનલીમીટેડ કોલ તથા ૨ જીબી વાપરવા મળશે.

   બીજી યોજનામાં ૩૩૩માં અનલીમીટેડ કોલ ઉપરાંત ડેઇલી ૩જીબી મળશે, અને આમાં વેલીટીડી ૯૦ દિવસની રખાઇ છે, એટલે ૧૧૧માં દર મહિને ૯૦ જીબી વાપરવા મળશે.

   આવી જ રીતે ૩૯૫ના પ્‍લાનમાં બીએસએનએલના નેટવર્કમાં ૩૦૦૦ મીનીટ કોલીંગ, અન્‍ય નેટવર્કમાં ૧૮૦૦ મીનીટ તથા ડેઇલી ૨જીબી ૭૧ દિવસની વેલીડીટી સાથે જાહેર કરાયું છે.

   આ ઉપરાંત ૩૩૯નો પ્‍લાન છે, તે હવે રીવાઇઝ કરી ૩૩૬નો કરાયો છે અને તેમાં હવે ડેઇલી ૨-જીબીને બદલે ૩-જીબી ઉપભોકતાઓ વાપરી શકશે, આ પ્‍લાન ૨૮ દિવસનો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

   બીએસએનએલએ ઉપરોક્‍ત ત્રણ મહત્‍વના પ્‍લાન જાહેર કરી દેશની એક ખાનગી મોબાઇલ કંપનીના પાટીયા બેસાડી દિધા છે.

 (04:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS