Mukhy Samachar

News of Friday, 21st April, 2017

કર્ણાટકઃ ઔરંગાબાદ-હૈદરાબાદ એક્‍સપ્રેસ પાટા પરથી ઉતરી, જાનહાનિ નથી

   ઔરંગાબાદ તા. ૨૧ : હૈદરાબાદ એક્‍સપ્રેસ આજે વહેલી સવારે કર્ણાટકના કાલગુપુર અને ભલ્‍કી સ્‍ટેશન વચ્‍ચે પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ આ અકસ્‍માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અકસ્‍માતમાં ટ્રેનનું એન્‍જિન અને એન્‍જિન સાથે ચાલનારો ડબ્‍બો સંપૂર્ણ રીતે પાટા પરથી ઉતરી ગયાં. જેમાં ૧૦ને ઇજા થઇ છે.

   અકસ્‍માત બાદ રેલવે તરફથી હેલ્‍પલાઈન નંબરો પણ જારી કરી દેવામાં આવ્‍યાં છે. રેલવે તરફથી હૈદરાબાદ માટે ૦૪૦-૨૩૨૦૦૮૬૫, ૦૨૪૪૬-૨૨૩૫૪૦ , પર્લી માટે ૦૮૪૧૬-૨૫૨૦૧૩ વિકારાબાદ અને બિદાર માટે ૦૮૪૮૨-૨૨૬૩૨૯ નંબર જારી કરવામાં આવ્‍યાં છે.

   અત્રે જણાવવાનું કે હાલમાં જ ઉત્તરપ્રદેશના રામપુરમાં રાજરાણી એક્‍સપ્રેસના આઠ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતાં. ગત મહિને મહાકૌશલ એક્‍સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાં ૫૦ મુસાફરો ઘાયલ થયા હતાં.

 (04:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો