Mukhy Samachar

News of Friday, 21st April, 2017

સુપ્રીમ કોર્ટની કેન્‍દ્રને ફરી ફટકારઃ આધારકાર્ડ વૈકલ્‍પિક છે, ફરજીયાત નહિઃ આદેશનો ભંગ કેમ કર્યો?

તમે આધારકાર્ડને અનિવાર્ય કેવી રીતે બનાવી શકો? કોર્ટે કેન્‍દ્રનો પકડયો કાન : રિટર્ન ફાઇલ કરવા આધાર જરૂરી હોવાના કેન્‍દ્રના નિયમથી કોર્ટ નારાજ : આદેશના ઉલ્લંઘનનો આરોપ

સુપ્રીમ કોર્ટની કેન્‍દ્રને ફરી ફટકારઃ આધારકાર્ડ વૈકલ્‍પિક છે, ફરજીયાત નહિઃ આદેશનો ભંગ કેમ કર્યો?

      નવી દિલ્‍હી તા. ૨૧ : સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને સવાલ કર્યો છે કે અમે આધારકાર્ડના ઉપયોગને વૈકલ્‍પિક કરવાનો આદેશ આપ્‍યો હતો છતાં તેને અનિવાર્ય કેમ કરવામાં આવ્‍યો. આજે આઇટી રીટર્ન ફાઇલ કરવામાં આધાર અનિવાર્ય કરવા વિરૂધ્‍ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમે ટીપ્‍પણી કરી. કોર્ટે કહ્યું કે, તે આવતા સપ્‍તાહે આ અંગે ચુકાદો આપશે કે ઇન્‍કમટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે આધારને જરૂરી કરવું કે નહી.

      સૂત્રોના જણાવ્‍યા મુજબ સુપ્રીમ કોર્ટની બેન્‍ચે પુછયું તમે આધારકાર્ડને જરૂરી કેવી કરી શકો છો. અમે વૈકલ્‍પિક કરવાનો આદેશ આપ્‍યો હતો તેના જવાબમાં એટોર્ની જનરલ મુકુલ રોહતરીએ કહ્યું કે, સરકારની પાસે હવે તેને ઉપયોગ કરવા માટે કાનુન છે. સરકારનો પક્ષ રાખીને રોહતગીએ કહ્યું કે, અમને જાણવા મળ્‍યું છે કે તમામ મુખ્‍ય કંપનીઓમાં ફંડને ટ્રાન્‍સફર કરવા માટે પાનકાર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને રોકવા માટે આધારકાર્ડનો ઉપયોગ જ એકમાત્ર વિકલ્‍પ છે.

      ગયા મહિને જ કેન્‍દ્ર સરકારે આઇટી રીટર્ન ફાઇલ કરવા, પાનકાર્ડ માટે અરજી અને તેમાં સંશોધન માટે આધારકાર્ડ જરૂરી કરી દીધું હતું. નાણામંત્રીએ આ નિર્ણયની જાણકારી આપીને કહ્યું હતું કે, સરકારનું લક્ષ્ય પાનકાર્ડની સાથે આધારને જોડવાનું છે જેથી ડુપ્‍લીકેટ પાનકાર્ડના ઉપયોગને રોકી શકાય.

      અગાઉ ૧૧ ઓગષ્‍ટ ૨૦૧૫ના રોજ પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી સ્‍કીમો માટે આધારકાર્ડને જરૂરી કરી શકાય નહીં.

 (04:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો