Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ISના કોર્ડવર્ડ હથિયાર ‘ચણા', તો બોમ્‍બ ‘લાડુ'

જાણો અન્‍ય કોર્ડવર્ડ વિશે

      નવી દિલ્‍હી તા. ૨૧ : યુપી ATSએ ગુરૂવારે ૫ રાજયોની પોલીસ સાથે મળીને આતંક વિરૂદ્ધ એક મોટા ઓપરેશનને અંજામ  આપવા આવેલા ૫ શંકાસ્‍પક આઇએસના આતંકિઓને ઝડપી પાડ્‍યા છે. મળતી માહિતી મુજબ તમામ આતંકીઓ આઇએસના ખુખાર મોડ્‍યુલ સાથે જોડાયેલા છે. ધરપકડ કરવામાં આવેલા શંકાસ્‍પદો પકડાઇ ન જાય તે માટે તેઓ ખાસ કોર્ડવર્ડમાં વાત કરતા હતા.

      મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસ સૂત્રોએ જણાવ્‍યું છે કે આ ખતરનાખ મોડ્‍યુલ કેટલાક સમય પહેલાં  સામે આવેલા કાનપુર-લખનૌ મોડ્‍યુલ કરતા ખાસ્‍સું અલગ છે. ધરપકડમાં આવેલા શંકાસ્‍પદ કોર્ડવર્ડમાં વાત કરી રહ્યાં હતા. ખુલાસામાં એવી વાત સામે આવી છે કે તે લોકો ચણા, લાડુ, બડા કામ અને મસાલા જેવા કોડ વર્ડનો ઉપયોગ કરતા હતા.  ATS છેલ્લાં પાંચ મહિનાથી આ શંકાસ્‍પદો પર નજર રાખી રહી હતી. એટીએસ સાથે ગુપ્ત એજન્‍સીઓએ પણ તેમને કોડવર્ડમાં વાત કરતા સાંભળ્‍યા હતા. તેમની સાથે શરૂઆતની પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે તેઓ હથિયારને ચણા, નાના બોમ્‍બને લાડુ, વિસ્‍ફોટક પાઉડરને મસાલા અને આતંકી ઘટના માટે બડા કામ જેવા કોડવર્ડ વાપરતા હતા.

      શંકાસ્‍પદોની ધરપકડ બાદ એ વાત પણ સામે આવી છે કે દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ સેલે તેમની ધરપકડમાં મહત્‍વની ભૂમિકા ભજવી છે. સ્‍પેશિયલ સેલે જ યૂપી એટીએસ અને અન્‍ય એજન્‍સિયોને આ શંકાસ્‍પદો અંગે માહિતી આપી છે. એટીએસ સૂત્રોનું માનીએ તો આ આતંકી દેશમાં એક સાથે અનેક ઘટનાને અંજામ આપવાના હતા. પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે આ મોડ્‍યુલમાં ૧૧ સભ્‍યો હતા. આ લોકોએ સોશિયલ મીડિયા પર ISISથી પ્રભાવિત થઇને એક મોડ્‍યુલ ઉભુ કર્યું છે. એટીએસ હાલ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કેઆતંકી સાંજિશનું ફડિંગ કોના દ્વારા અને કેવી રીતે કરવામાં આવ્‍યું છે. એટીએસ આ લોકોની ધરપકડને મોટી સફળતા માની રહ્યું છે.

       

 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો