Mukhy Samachar

News of Friday, 21st April, 2017

કામને બોજો નહિ પડકાર ગણોઃ સારા લોકો પાસે સારા કામની આશાઃ કામ કરવાની રીત પણ બદલો

સિવિલ સર્વિસ ડે નિમિતે સરકારી બાબુઓને મોદીની સલાહ : કાશ્‍મીરમાં જવાનો પથ્‍થર ખાઇને પણ ફરજ બજાવી રહ્યા છે

કામને બોજો નહિ પડકાર ગણોઃ સારા લોકો પાસે સારા કામની આશાઃ કામ કરવાની રીત પણ બદલો

   નવી દિલ્‍હી તા. ૨૧ : વડાપ્રધાન મોદીએ આજે ૧૧માં ᅠસિવિલ સર્વિસ ડે પર બોલતાં જણાવ્‍યું કે, ૨૦ વર્ષ પહેલા અને આજની સ્‍થિતિમાં ઘણો તફાવત છે. તે સમયે સામાન્‍ય લોકો માટે સરકાર જ સર્વસ્‍વ હતી. બ્‍યૂરોક્રેટસને તેમની શક્‍તિ, પડકારનો અહેસાસ છે. આજે કામનો બોજ નહીં પડકારો વધ્‍યા છે. આ પડકારને તકમાં ફેરવવી પડશે. સરકારી અને ખાનગી સેવાઓમાં લોકો તફાવત જુએ છે.

   મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાની તાકાતને ઓળખું છું. મોટાભાગના અધિકારીઓ સોશિયલ મીડિયામાં વ્‍યસ્‍ત છે. આ પ્‍લેટફોર્મ દ્વારા અધિકારીઓ તેમનો પ્રચાર ન કરવો જોઈએ. ઈ-ગવર્નન્‍સનો ઉપયોગ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં થાય તે જરૂરી છે.

   વડાપ્રધાને સંબોધન દરમિયાન જણાવ્‍યું કે, સરકાર આવતી-જતી રહેશે. પરંતુ વ્‍યવસ્‍થા જળવાઈ રહેશે. આ વ્‍યવસ્‍થામાં સતત ફેરફાર કરવાની જરૂર છે.મોદીએ કહ્યું, સમર્પણ ભાવથી કામ કરવું જોઈએ. નામ કમાવવાથી ઈચ્‍છા ન હોવી તે સૌથી મોટી તાકાત છે. ઓનરશિપ મોમેન્‍ટ હોવી સૌથી જરૂરી છે. પ્રભાવ ગ્રસ્‍ત વ્‍યવસ્‍થામાં જ વ્‍યક્‍તિનું યોગ્‍ય મૂલ્‍યાંકન થાય છે.

   પીએમે કહ્યું, જે રીતે દેશ આગળ વધી રહ્યો તેને જોતાં આપણે માઈન્‍ડસેટ બદલવાની જરૂર છે. દેશના દરેક રાજયો અને જિલ્લામાં ગઈકાલ અને આજ વચ્‍ચે કોમ્‍પિટિશન છે. રાષ્ટ્રહિત સિવિલ સેવાનો ધર્મ છે.મોદીએ કહ્યું, આજે સ્‍થિતિને બદલવાની તક આવી છે. સત્‍યનિષ્ઠાથી કામ કરવું જોઈએ. હું તમારી સાથે ઉભો છું.

   જયારે તમે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી ત્‍યારે કેવા સપના હતા તે સમયને યાદ કરો. શું તેમાં કોઈ ફેરફાર થયો છે. આપણે આપણી જિંદગીમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. ખાડા ખોદવા અને ભરવાથી કામ નહીં ચાલે, વૃક્ષો પણ ઉગાડવા પડશે. આપણે જે કામ કરીએ તેનું પરીણામ પણ આવવું જોઈએ.

   સિવિલ સર્વિસ દિવસ પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે અનેક ઓફિસરોને સંબોધિત કર્યાં. આ અવસરે તેમણે કાશ્‍મીરને લઈને મોટું નિવેદન આપ્‍યું. તેમણે કહ્યું કે આપણા જવાનો કાશ્‍મીરમાં પૂર આવે ત્‍યારે જીવ જોખમમાં મૂકીને કાશ્‍મીરીઓને બચાવે છે, લોકો તેમના માટે તાળીઓ પણ પાડે છે પરંતુ ત્‍યારબાદ આપણા જવાનો પથ્‍થરો પણ ખાય છે. પીએમ મોદીએ કહ્યું કે બધાએ આત્‍મચિંતન કરવું જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન વર્તાવી જોઈએ. પીએમ મોદીએ એ પણ જણાવ્‍યું કે ૨૦ વર્ષ પહેલા અને અત્‍યારના હાલાતમાં ઘણું અંતર છે. ઓફિસરોને પોતાની શક્‍તિનો અહેસાસ હોવો જોઈએ.

   પીએમ મોદીએ કહ્યું કે ઓફિસરોએ ગૃહિણીઓ પાસેથી કઈંક શીખવાની જરૂર છે. તેઓ કઈ રીતે પરેશાનીઓ હોવા છતાં તમામ વસ્‍તુઓ મેનેજ કરે છે. ગૃહિણી પરિવારને નવી ઊંચાઈ પર લઈ જાય છે, તે જવાબદારી તમારી પણ છે. તેમણે એ પણ કહ્યું કે આપણને ગર્વ હોવો જોઈએ કે જયાં મે કામ કર્યું તે કામને મારા જૂનિયરે આગળ ધપાવ્‍યું. આપણે બધાએ એકસાથે મળીને કામ કરવું પડશે. સિવિલ સર્વિસની સૌથી મોટી તાકાતને ગુમ થવા દેવી જોઈએ નહીં. ઓફિસરોની સૌથી મોટી તાકાત અનામિકા છે. જે ઓફિસરોની સોચ અને તેમના વિઝનને દર્શાવે છે.

 (04:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો