Mukhy Samachar

News of Friday, 21st April, 2017

હવે ઉત્તરપ્રદેશનાં તીર્થસ્‍થાનો પર દારૂબંધી

   લખનૌ તા. ૨૧ : ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથે સત્તા પર બેસતાની સાથે ઉપરાઉપરી લીધેલા નિર્ણયોમાં ગેરકાયદે કતલખાના વિરોધી ઝુંબેશ અને એન્‍ટી-રોમિયો અભિયાનો પછી તીર્થસ્‍થાનોમાં દારૂબંધી અને નવી એકસાઇઝ-પોલિસી રચવાનો આદેશ આપ્‍યો છે.

   સુપ્રીમ કોર્ટે તમામ હાઇવેથી ૫૦૦ મીટરના અંતરે બાર અને વાઇન-શોપ્‍સ બંધ કરવાનો આદેશ આપ્‍યા પછી દારૂની ૮૫૪૪ દુકાનો અસલ જગ્‍યાએથી શિફટ કરવામાં આવી હતી. ત્‍યારપછી રાજ્‍ય સરકારના નવા નિર્ણયને પગલે ઉતર પ્રદેશમાં દારૂના ધંધા પર નિયંત્રણો વધી જશે.

   નવી એકસાઇઝ-પોલિસીમાં અન્‍ય રાજ્‍યોમાંથી દારૂની હેરાફેરી પર નિયંત્રણનો મુદ્દો મોખરે રહેશે. એકસાઇઝ ડિપાર્ટમેન્‍ટના પ્રેઝન્‍ટેશન દરમિયાન મુખ્‍ય પ્રધાને સેન્‍સિટીવ એરીયામાં ડયુટી માટે નિષ્‍ઠવાન અને સ્‍વચ્‍છ અધિકારીઓનાં નામોની યાદી માગી હતી.

   ક્‍યાં-ક્‍યાં તીર્થધામો શરાબમુક્‍ત બનશે?

   હિન્‍દુ ધર્મસ્‍થાનો

   ચિત્રકૂટ (ભગવાન રામ)

   અયોધ્‍યા (ભગવાન રામ)

   વારાણસી - કાશી (ભગવાન શિવ)

   વૃંદાવન (ભગવાન કૃષ્‍ણ)

   નૈમિષારણ્‍ય-સીતાપુર જિલ્લો (ભગવાનકૃષ્‍ણ)

   મથુરા (ભગવાન કૃષ્‍ણ)

   ઇસ્‍લામનાં ધર્મસ્‍થાનો

   દેવબંદ (દારૂલ ઉલુમની પાઠશાળાની ગાદી)

   દેવા શરીફ (સૂફી સંત વારિસ શાહની દરગાહ)

   સૂફી સંત અલાઉદ્દીન અલી અહમદ સાબિર કલિયારની દરગાહ પિરન કલિયાર શરીફ (ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદના ગામમાં)

   આ દરગાહોમાં મુસ્‍લિમ ઉપરાંત હિન્‍દુ શ્રધ્‍ધાળુઓ મોટી સંખ્‍યામાં માથું ટેકવવા જાય છે.

 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો