Mukhy Samachar

News of Friday, 21st April, 2017

GST લાગુ થયા બાદ શોપિંગ બિલ અને ગિફટ્‍સ રેકોર્ડ પણ રાખવા પડશે

<br />GST લાગુ થયા બાદ શોપિંગ બિલ અને ગિફટ્‍સ રેકોર્ડ પણ રાખવા પડશે

      નવી દિલ્‍હી તા. ૨૧ : જીએસટી આગામી એક જુલાઇથી અમલમાં આવી જશે ત્‍યારે નવી અપ્રત્‍યક્ષ કર વ્‍યવસ્‍થા અંતર્ગત ચોરી થયેલા અથવા તો નષ્ટ થયેલા સામાનનો અલગ રેકોર્ડ રાખવાનો રહશે. આજ રીતે નમૂના તરીકેના સામાન અથવા તો ગિફટમાં આપવામાં આવેલા સામાનનો પણ રેકોર્ડ રાખવો પડશે. જીએસટી અતંર્ગત રજિસ્‍ટરમાં, ખાતાઓમાં અને દસ્‍તાવેજોમાં કોઇ જ છેડછાડ થઇ શકશે નહીં. સીબીઇડી દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્‍યું છએ કે પ્રતેક બાબતનો અલગ રેકોર્ડ રાખવામાં આવશે.

      વિનિર્માણ અથવા તો વ્‍યાપાર અને સેવાઓ માટેની દરેક ગતિવિધિનો રેકોર્ડ અલગ અલગ રાખવામાં આવશે. બોર્ડે કહ્યું છે કે વસ્‍તુ અથવા સેવાઓ માટે આ યોગ્‍ય રહેશે. તેના માટે સંબંધિત દસ્‍તાવેજ, ચલણ, આપૂર્તિ બિલ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ પ્રાપ્તી રસિદ, ચૂકવણી કે રિફન્‍ડ ચલણ અને ઇ વે બિલને નવી જીએસટી વ્‍યવસ્‍થા પ્રમાણે સુનિયોજિત રીતે રાખવાની રહેશે. જીએસટી દેશમાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો છે. આ એક સરળ કર વ્‍યવસ્‍થા માનવામાં આવે છે.

       

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો