Mukhy Samachar

News of Friday, 21st April, 2017

માલ્‍યા બાદ હવે લલિત મોદી પર એકશનનો વારો

ED એ ઇન્‍ટરપોલને લખી ચિઠ્ઠી

<br />માલ્‍યા બાદ હવે લલિત મોદી પર એકશનનો વારો

      નવી દિલ્‍હી તા. ૨૧ : વિજય માલ્‍યા બાદ ઇડી એ લલિત મોદીને લઇને પોતાની કવાયત ઝડપી કરી દીધી છે. ઇડીએ એક વખત આ મુદ્દે ઇન્‍ટરપોલ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ઇડીએ ઇન્‍ટરપોલને પત્ર લખીને લલિત મોદીની તાજી જાણકારી શેર કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્‍ટરપોલ દ્વારા લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ રજૂ કરવાની ના પાડ્‍યા બાદ ઇડીએ પહેલી વખત ઇન્‍ટરપોલ સાથે સંપર્ક સાધ્‍યો છે.

      ઇડીએ લેટરમાં લલિત મોદી પર ઇન્‍ટરપોલ પાસે ખોટી જાણકારી વાળા ખોટા કાગળ જમા કરાયાની આશંકા વ્‍યક્‍ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇડીએ લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્‍યૂ કરવા માટે લખ્‍યું હતું જેને ઇન્‍ટરપોલએ નકારી દીધી છે.

      જાણકારી પ્રમાણ લલિત મોદીએ ઇન્‍ટરપોલને જણાવ્‍યું છે રે એની વિરુદ્ધ જે આઇપીએલ પ્રસારણ અધિકારની બાબત ચાલી રહી છે એ ક્રિમિનલ ગુનો નથી. ઇડીનું કહેવું છે કે ચેન્નાઇની જે બાબતમાં લલિત ખોટી માહિતી આપી રહ્યો છે એવો કોઇ રિપોર્ટ ચેન્નાઇ પોલીસ તરફથી આપવામાં આવ્‍યો જ નથી. લલિત મોદી પર આરોપ હતો કે ૨૦૦૯માં આઇપીએલ મેચના પ્રસાણ અધિકાર ખોટી રીતે વિદેશી કંપનીઓને આપ્‍યા. એ બાબતે ચેન્નાઇ પોલીસ પણ તપાસ કરી રહી હતી અને મોદીનું કહેવું હતું કે એની વિરુદ્ધ કોઇ આરોપ સાબિત થયા નથી એટલા માટે પોલીસ ચાર્જશિટ દાખલ કરી નથી.

      હવે ઇડી એમની વિરુદ્ધ કોર્ટ અને ઇન્‍ટરપોલની સામે નવા પુરાવા અને કાગળની સાથે અપીલ કરવા જઇ રહી છે.

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS