Mukhy Samachar

News of Friday, 21st April, 2017

આર્મ્‍સ એક્‍ટ કેસઃ ૬ જુલાઇએ કોર્ટમાં રજૂ થશે સલમાન ખાન

<br />આર્મ્‍સ એક્‍ટ કેસઃ ૬ જુલાઇએ કોર્ટમાં રજૂ થશે સલમાન ખાન

   મુંબઇ તા. ૨૧: બોલિવુડ અભિનેતા સલમાન ખાને આર્મ્‍સ એક્‍ટ મામલે મુક્‍તિ મેળ્‍યા બાદ પણ હજી તેને રાહત મળી નથી. તેમણે જોધપુરની જિલ્લા તેમજ સત્ર ન્‍યાયાલયમાં ૬ જુલાઇએ હાજર થવું પડશે. રાજસ્‍થાન સરકારે મુક્‍તિના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી  હતી. જેની સુનાવણી શુક્રવારે છે. આ મામલે સલમાન ખાન તરફથી શુક્રવારે જીલ્લા તેમજ સત્ર ન્‍યાયાલય જિલ્લા જોધપુરમાં વકિલનામુ રજૂ કરશે.

   કોર્ટે સલમાનના વકીલને ૨૦ હજાર જમાનત બોન્‍ડ રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે. સુનાવણી દરમ્‍યાન સલમાને કોર્ટમાં હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ કોર્ટ પહોંચી શક્‍યા ન હતા. જિલ્લા તેમજ સત્ર ન્‍યાયાલય જિલ્લા જોધપુરમાં સલમાનના વકિલ હસ્‍તીમલ સારસ્‍વતએ વકિલનામુ રજૂ કર્યું છે. હસ્‍તીમલ સારસ્‍વતે જણાવ્‍યું કે કોર્ટે છ જુલાઇ સલમાનને હાજર રહેવાનો આદેશ આપ્‍યો છે. આર્મ્‍સ એક્‍ટ મામલે સલમાનને મુક્‍ત કરવામાં આવેલા નિર્ણય પર રાજય સરકાર તરફથી અપીલ કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્‍યું હતું કે સલમાનના હથિયાર અયોગ્‍ય હતા. જેથી તેને મુક્‍ત ન કરવો જોઇએ.

 (04:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો