Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ગર્લફ્રેન્‍ડને મુંબઇ આવતી રોકવા માટે બોયફ્રેન્‍ડે પ્‍લેન હાઇજેકનું જુઠું નાટક ર્ક્‍યું

    હૈદરાબાદ તા. ૨૧: હૈદરાબાદ ટાસ્‍ક ફોર્સે મુંબઈ પોલીસને પ્‍લેન હાઇજેકની જૂની ઈ-મેઇલ મોકલનારા ૩૨ વર્ષના એમ.વી. ક્રિષ્‍ના નામના બિઝનેસમેનને પકડી લીધો છે.  તેની ગર્લફ્રેન્‍ડ તેની મુંબઈ જવાની ટ્રિપ કેન્‍સલ કરી દે એ માટે ભાઈએ આ નાટક રચેલું. નવાઈની વાત એ છે કે આ ભાઈ પરણેલા છે અને એક દીકરી પણ છે. ક્રિષ્‍નાને હજી થોડાક વખત પહેલાં જ ફેસબુક થકી ચેન્નઈ રહેતી એક છોકરી સાથે દોસ્‍તી થઈ હતી. બન્નેના સંબંધો ઘણા આગળ વધી ગયા હતા. આ ગર્લફ્રેન્‍ડ મુંબઈ અને ગોવા ફરવા જવા ઇચ્‍છતી હતી એટલે તેણે આ ભાઈને પોતાની મુંબઈની ફ્‌લાઇટની ટિકિટ બુક કરવાનું કહ્યું હતું. ક્રિષ્‍ના પાસે એ માટે પૂરતા પૈસા નહોતા એટલે તેણે ચેન્નઈથી મુંબઈની નકલી ટિકિટ બનાવીને ગર્લફ્રેન્‍ડને મોકલી દીધી. એ પછી તેણે મુંબઈ પોલીસને ખોટી ઈ-મેઇલ કરીને કહ્યું કે છ જણ પ્‍લેન હાઇજેક કરવાનું પ્‍લાનિંગ કરે છે. આ લોકો મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈ એરપોર્ટ પર સક્રિય છે. એને કારણે તમામ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ્‍સને ૨૪ કલાક માટે હાઈ અલર્ટ પર રાખવામાં આવ્‍યા હતા. મૂળે પોતાની ગર્લફ્રેન્‍ડ મુંબઈ ન જાય એ માટે થઈને ભાઈએ આખો તાયફો રચ્‍યો હતો.

 (03:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS