Mukhy Samachar

News of Friday, 21st April, 2017

૨.૩૫ લાખ પેપર- કપ્‍સથી ચાર કલાકમાં ૯૮૧ સ્‍કવેર મીટરમાં બનાવ્‍યો કલામનો ચહેરો

૨.૩૫ લાખ પેપર- કપ્‍સથી ચાર કલાકમાં ૯૮૧ સ્‍કવેર મીટરમાં બનાવ્‍યો કલામનો ચહેરો

   ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડસ બનાવવા માટે થઇને તમિલનાડુના કોઇમ્‍બતુરની એક સ્‍કુલના વિદ્યાર્થીઓએ ભારતના ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ એ.પી.જે. અબ્‍દુલ કલામનો ચહેરો પેપર કપ્‍સથી બનાવ્‍યો હતો. ચારથી નવમા ધોરણના કુલ ૧૬૭ વિદ્યાર્થીઓએ મળીને આ પ્રયત્‍ન ર્ક્‍યો હતો. જેમાં ચાર શેડ્‍સના લગભગ ૨.૩૫ લાખ ડિસ્‍પોઝેબલ પેપર- કપ્‍સને ગોઠવીને ૯૮૧ સ્‍કેવર મીટર એરીયામાં મિસાઇલ મેન કલાકનો હસતો ચહેરો બનાવ્‍યો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લખનઉમાં ચાર કલાક પંદર મિનિટમાં ૧.૪ લાખ કપ્‍સની મદદથી ૬૨૭ મીટરમાં વોડાફોનનો લોગો બનાવીને રેકોર્ડ બનાવવામાં આવ્‍યો હતો. કોઇમ્‍બતુરમાં આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ થયો હતો તો. આંકડાની દ્રષ્‍ટિએ તો નવો રેકોર્ડ બની ગયો લાગે છે, પરંતુ ઇવેન્‍ટનો વિડીયો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડસના અધિકારીઓને મોકલવામાં આવ્‍યો છે અને હજી રેકોર્ડ તરીકે પ્રમાણીત કરવામાં નથી આવ્‍યો.

 (03:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS