Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ભારતના ૯૫ ટકા એન્‍જિનિયર્સ સોફટવેર ડેવલપમેન્‍ટ જોબ માટે જરાય યોગ્‍ય નથી

   ન્‍યુયોર્ક તા. ૨૧: આઇટી અને ડેટા સાઇંસ ઇકોસિસ્‍મટમાં ભારતના એન્‍જીનીયર્સ ટેલેન્‍ટ મામલે પીછેહઠ કરતાં દેખાઇ રહ્યા છે. એક સર્વેમાં ચોંકાવનારી બાબત જાણવા મળી છે કે દેશના ૯૫ ટકા એન્‍જીનીયર સોફ્‌ટવેર ડેવલપમેન્‍ટ સાથે જોડાયેલી નોકરીઓ માટે કાબેલ જ નથી.

   રોજગાર સમીક્ષા સાથે જોડાયેલી કંપની શ્નએસ્‍પાયરિંગ માઇંડ્‍સઙ્ખદ્વારા કરવામાં આવેલાં અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે પ્રોગ્રામિંગ જોબની લઘુત્તમ જરૂરિયાત પ્રોગ્રમ માટે સાચું લોજિક લખનારની સંખ્‍યા માત્ર પાંચ ટકા જેટલી જ હતી. આઇટી સંબંધિત કોલેજોની ૫૦૦ શાખાઓએ ઓટોમેટાની પસંદગી કરી છે અથવા બે-તૃતીયાંશ વિદ્યાર્થી સાચો કોડ પણ નાખી શકતા નથી. સ્‍ટડીમાં જાણવા મળ્‍યું કે ૬૦ ટકા ઉમેદવાર સાચું કોડ નાખી શક્‍યા ન હતા તો ૧.૪ ટકા એવા હતા કે જેમણે સાચો કોડ નાખવામાં મહારત હાંસલ કરી છે.

   આઇટી અને ડેટા સાઇંસ ઇકોસિસ્‍ટમમાં ભારતના એન્‍જીનીયર્સ ટેલેન્‍ટના મામલે નબળા દેખાઇ રહ્યા છે. સર્વેનું સાચું માનીએ તો ૯૫ ટકા એન્‍જીનીયર સોફ્‌ટવેર ડેવલપમેન્‍ટથી જોડાયેલી નોકરીઓને લાયક જ નથી.

 (03:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો