Mukhy Samachar

News of Friday, 21st April, 2017

કયાં છે કુલભૂષણ જાધવ? તેના હાલ કેવા છે?

તેને મળવા દેવાની ભારતે ૧૫મી વખત કરેલી વિનંતીનો પાકિસ્તાને હજી સુધી કોઇ રિસ્પોન્સ નથી આપ્યો

કયાં છે કુલભૂષણ જાધવ? તેના હાલ કેવા છે?

   નવી દિલ્હી તા. ૨૧ : પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મળવા માટેની અરજી ભારતે ૧૫મી વખત પાકિસ્તાનને કરી છે, પરંતુ પાકિસ્તાને આ વિશે હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. જાસૂસી કરવાના આરોપસર કુલભૂષણ જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે ફાંસી સજા સંભળાવી છે.

   ભારતના વિદેશ-મંત્રાલયના પ્રવકતાએ ગઇકાલે માહિતી આપી હતી કે ભારત પાસે કુલભૂષણ જાધવ પાકિસ્તાનમાં કયાં છે અથવા તેના હાલ શું છે એ વિશે કોઇ જાણકારી નથી અને એ ચિંતાની બાબત છે.

   વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું કે 'પાકિસ્તાન કુલભૂષણ જાધવના કેસમાં યોગ્ય કાનૂની કાર્યવાહી કર્યાનો દાવો કરી રહ્યું છે. જો આ બાબત સાચી હોય તો અમે તેને મળવા ઇચ્છીએ છીએ. અમને કુલભૂષણ જાધવના સ્વાસ્થ્ય અને તેના રહેવાની સ્થિતિ વિશે ચિંતા થઇ રહી છે. ભારતે પાકિસ્તાન પાસે સત્તાવાર રીતે કુલભૂષણ જાધવ સામે થયેલી સુનાવણી અને તેના કેસની અપીલની પ્રક્રિયા વિશે જાણકારી માગી છે. કુલભૂષણ જાધવ માટે અમે માગેલા ડિપ્લોમેટિક એકસેસ અને તેની સામેના કેસની સુનાવણીની પ્રક્રિયાની જાણકારી વિશે અમે પાકિસ્તાનના સત્તાવાર જવાબની રાહ જોઇ રહ્યા છીએ.'

 (02:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો