Mukhy Samachar

News of Friday, 21st April, 2017

નીતિશ - સોનિયા વચ્‍ચે મુલાકાતઃ ભાજપ સામે મોરચાની તૈયારી

વિપક્ષી એકતાનો પ્રયાસ

<br />નીતિશ - સોનિયા વચ્‍ચે મુલાકાતઃ ભાજપ સામે મોરચાની તૈયારી

      નવી દિલ્‍હી તા. ૨૧ : બિહારના મુખ્‍યમંત્રી અને જેડી-યુના પ્રમુખ નીતીશકુમાર ગુરુવારે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને મળ્‍યા હતા અને તેમણે ભાજપના નેતૃત્‍વ હેઠળના એનડીએ સામે મજબૂત પડકાર બની શકે તે માટે વિપક્ષની એકતા પર ભાર મૂક્‍યો હતો. જેડી-યુએ આ સાથે જ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ તરફથી એક સંયુક્‍ત ઉમેદવાર નક્કી કરવાની વાત પણ મૂકી હતી.  જેડી-યુના પ્રવક્‍તા કે.સી. ત્‍યાગીએ જોકે ભારપૂર્વક કહ્યું હતું કે નીતીશ-સોનિયાની આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિપદની ચૂંટણીનો મુદ્દો ચર્ચાયો ન હતો. તેમણે કહ્યું કે વિપક્ષના એક સંયુક્‍ત ઉમેદવાર હોય તે રાષ્ટ્રના હિતમાં છે તેવો જેડી-યુનો મત છે. આ મામલે વિપક્ષના સૌથી મોટા પક્ષના નેતા હોવાને કારણે સોનિયાએ આ મામલે આગેવાની લેવી જોઈએ. નીતીશકુમારે ડાબેરી પક્ષોના નેતાઓ સમક્ષ પણ આ મુદ્દે વાતચીત કરી છે.

       

 (12:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો