Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ઉત્તર પ્રદેશમાં ચોરની હિંમતને દાદ દેવી પડે, પોલીસની જીપ ઉઠાવી ગયો

   લખનૌ તા. ૨૧ : ઉત્તર પ્રદેશમાં ચોરોની હિંમત એટલી બધી વધી ગઇ છે કે તેઓ પોલીસ - સ્‍ટેશનને પણ છોડતા નથી.

   આ બાબત ગાઝીપુર પોલીસ - સ્‍ટેશનના પ્રાંગણમાંથી લાલ બત્તીવાળી એક જીપ ચોરાઇ જતાં સાબિત થઇ હતી. પોલીસની જીપની ચોરીની આ ઘટના બુધવારે સવારે પ્રકાશમાં આવી હતી અને એને કારણે પ્રશાસન શરમજનક પરિસ્‍થિતિમાં મુકાઇ ગયું હતું. આ ચોરીની જાણ થતાં જ પોલીસ ચોમેર ફરી વળી હતી અને આરોપીની ધરપકડ કરીને જીપ કબજે કરી હતી.

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો