Mukhy Samachar

News of Friday, 21st April, 2017

મુલાયમ સિંહના બંગલામાં પકડાઇ વીજચોરી, ચાર લાખ રૂપિયાનું બિલ

યોગીના મતે કાયદો બધા માટે સમાન

<br />મુલાયમ સિંહના બંગલામાં પકડાઇ વીજચોરી, ચાર લાખ રૂપિયાનું બિલ

      લખનૌ તા. ૨૧ : કાયદો પાળવાની બાબતમાં સૌને સમાન ગણવાના અને કોઈને વીઆઇપી ન ગણવાના યોગી આદિત્‍યનાથ સરકારના અભિયાનના ભાગરૂપે ઇલેક્‍ટ્રિસિટી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ ઇટાવામાં ભૂતપૂર્વ મુખ્‍ય પ્રધાન મુલાયમ સિંહના બંગલે ઇન્‍સ્‍પેક્‍શન માટે પહોંચ્‍યા ત્‍યારે અનેક આર્યો સર્જાયાં હતાં. કાયદો પાળવાની બાબતમાં સૌને સમાન ગણવા અને કોઈને વીઆઇપી ન ગણવાના યોગી આદિત્‍યનાથ સરકારના અભિયાનના ભાગરૂપે ઇલેક્‍ટ્રિસિટી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ ઇન્‍સ્‍પેક્‍શન માટે પહોંચ્‍યા ત્‍યારે મુલાયમ સિંહ લખનઉ ગયા હતા.  ઇલેક્‍ટ્રિસિટી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓને ઇન્‍સ્‍પેક્‍શનમાં પાંચ કિલોવોટની મર્યાદા કરતાં આઠગણી વીજળી વપરાતી હોવાનું અને ચાર લાખ રૂપિયાનાં બિલ ચૂકવ્‍યાં ન હોવાનું જાણવા મળ્‍યું હતું. બાકી નીકળતી ચાર લાખ રૂપિયાની રકમ ચૂકવવા માટે મુલાયમ સિંહ યાદવની ફેમિલીને ચાલુ મહિનાના અંત સુધીની મુદત આપવામાં આવી છે. બંગલાના રહેવાસીઓ ૪૦ કિલોવોટ ઇલેક્‍ટ્રિસિટી વાપરી શકે એ માટે અધિકારીઓએ કનેક્‍શનનું કન્‍ફિગ્‍યુરેશન બદલ્‍યું છે. એથી મુલાયમની ફેમિલી છૂટથી વીજળી વાપરી શકશે, પરંતુ એ માટે ઊંચા ભાવ પણ ચૂકવવા પડશે.

       

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો