Mukhy Samachar

News of Friday, 21st April, 2017

H-1B વિઝા પ્રશ્ને યુ એસ કોમર્સ સેક્રેટરી સાથે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીની ચર્ચા : ભારતીય કંપનીઓ તથા કર્મચારીઓના અમેરિકાના આર્થિક વિકાસમાં મહત્વના યોગદાનને ધ્યાને લઇ ફેરફાર કરવા રજુઆત

H-1B વિઝા પ્રશ્ને યુ એસ કોમર્સ સેક્રેટરી સાથે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીની ચર્ચા : ભારતીય કંપનીઓ  તથા કર્મચારીઓના અમેરિકાના આર્થિક વિકાસમાં મહત્વના યોગદાનને ધ્યાને લઇ ફેરફાર કરવા રજુઆત

    વોશિંગટન : ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી હાલ અમેરિકાની મુલાકાતે છે.જ્યાં તેમણે વોશિંગટન ખાતે યુ એસ કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસ સાથે વાટાઘાટ કરી H -1B વિઝા મુદ્દે ભારતીય કંપનીઓ તથા કર્મચારીઓના અમેરિકાના આર્થિક વિકાસમાં મહત્વના યોગદાન તથા બંને દેશોના ગાઢ સંબંધો ઉપર ભાર મૂકી ઘટતું કરવા રજુઆત કરી હતી.

   જેના અનુસંધાને વિલબરે H-1B વિઝા પ્રશ્નો બાબતે ફેરવિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું જોકે બાબતે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (12:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS