Mukhy Samachar

News of Friday, 21st April, 2017

સરકાર આવતા સપ્તાહે પેન્શનરોના પ૦૦૦ કરોડના પેકેજને મંજુરી આપશે

   નવી દિલ્હી  : કેન્દ્ર સરકાર પેન્શનરો માટેના રૂ.પ૦૦૦ કરોડના પેકેજને રવિવારે દિલ્હીની ચૂંટણી પુર્ણ થયે મંજુરી આપે તેવી શકયતા છે. ૭માં પગારપંચના આધારે રિવાઇઝડ પેન્શન સ્કીમને આવતા સપ્તાહે કેન્દ્રીય કેબીનેટ મંજુરી આપશે. સરકારે રિવાઇઝ પેન્શન સ્કીમ તૈયાર કરી લીધી છે અને અત્યારે દિલ્હીની ચૂંટણી પુરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે. કેબીનેટ આવતા સપ્તાહે તેને મંજુરી આપશે. અત્રે એ નોંધનીય છે કે, પે પેનલે ઇન્ક્રીમેન્ટ લીન્કડ પેન્શન ફોર્મ્યુલા રજુ કરી હતી. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએ સહિતના ભથ્થાઓ અંગે પણ આવતા સપ્તાહે નિર્ણયો લેવાશે

 (10:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS