Mukhy Samachar

News of Friday, 21st April, 2017

સોફટવેર કંપની વિપ્રોમાંથી ૬૦૦ કર્મચારીની છટણી

   નવી દિલ્હી તા. ૨૧ : સોફટવેર કંપની વિપ્રોએ તેના વાર્ષિક પર્ફોર્મન્સ મૂલ્યાંકન બાદ ૬૦૦ જેટલા કર્મચારીને કાઢી મૂકયા છે. આ આંકડો ૨,૦૦૦ જેટલો ઊંચો પણ હોઈ શકે છે એવી અટકળો છે. બેંગલુરૂ સ્થિત વિપ્રોના કર્મચારીની સંખ્યા ડિસેમ્બર ૨૦૧૬ના અંતે ૧.૭૯ લાખ નોંધાઈ હતી.

   કંપનીએ કેટલા કર્મચારીને રાજીનામાં આપવાની સૂચના આપી છે તે અંગે વિગત પૂરી પાડી નહોતી. કંપની ૨૫ એપ્રિલે તેના માર્ચ-૨૦૧૭ કવાર્ટરના અને સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નાં પરિણામો જાહેર કરવાની છે. વિપ્રોએ જણાવ્યું હતું કે, 'કંપનીની પર્ફોર્મન્સ મૂલ્યાંકન પ્રક્રિયામાં કર્મચારીઓના મેન્ટરિંગ, રિ-ટ્રેઇનિંગ અને અપસ્કિલિંગ વગેરેનો સમાવેશ થાય છે.(૨૧.૯)

   

 (10:26 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS