Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ડેવલોપર્સ અને પ્રોપર્ટી ડીલર્સે ૩ મહિનાની અંદર કરાવવું પડશે રજીસ્ટ્રેશન

૧લી મેથી લાગુ થશે નવો એકટ

<br />ડેવલોપર્સ અને પ્રોપર્ટી ડીલર્સે ૩ મહિનાની અંદર કરાવવું પડશે રજીસ્ટ્રેશન

      નવી દિલ્હી તા. ૨૧ : દેશભરમાં ૧લી મેથી રિયલ એસ્ટેટ એકટ લાગુ થવા થઈ રહ્યો છે. ત્રણ મહિનાની અંદર ડેવલોપર્સ અને પ્રોપર્ટી ડીલર્સેએ રીયલ એસ્ટેટ રેગ્યુલેટર્સ પાસે રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે. જો આ રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાઉસિંગપ્રધાન વૈંકેયા નાયડુએ એક કાર્યક્રમ દરમિયાન આ જાણકારી આપી હતી.

      નાયડુએ કહ્યું હતું કે, ૧૫ રાજયો જેમાં યુનિયન ટેરેટરી પણ શામિલ છે, આ તમામે રીયલ એસ્ટેટ એકટના નિયમો નોટિફાઈ કરી દીધા છે. જયારે ૧૬ રાજયોએ નિયમોનો ડ્રાફટ તૈયાર કરી લીધો છે. ૩૦ એપ્રિલ સુધીમાં તમામ રાજયો રેગ્યુલેટરી ઓથોરિટીનું ગઠન કરી લેશે તેવી આશા વ્યકત કરી હતી.

      રિયલ એસ્ટેટ રેગ્યૂલેશન એકટના બાકી રહેલા ૩૨ સેકશન પણ નોટિફાઈ કરી દીધાં છે. જેમને કંપ્લિશન સર્ટિફિકેટ ન મળ્યું હોય તેમને જ ઓનગોઈંગ પ્રોજેકટના રૂપમાં માનવામાં આવશે. આ ઉપરાંત ૧લી મેથી એકટનું પાલન નહીં કરવા પર પેનલ્ટી લાગવાનું શરૂ થઈ જશે.

      નાયડુએ દાવો કર્યો હતો કે, સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લાં ૧૦ વર્ષમાં જેટલું કામ નથી થયું તેનાથી વધુ છેલ્લા ૩ વર્ષમાં કામ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ૨૦૮ શહેરોમાં ૧૭ લાખ ૭૩ હજાર ૫૩૩ અફોર્ડેબલ હાઉસને મંજૂર કરવામાં આવ્યાં છે.

      તેમણે કહ્યું કે, નેશનલ અર્બન રેન્ટલ પોલિસીનો ડ્રાફટ પણ ફાઈનલ કરી લેવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં જ કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. પોલિસીમાં માસ રેન્ટલ યોજનાનું પણ પ્રપોઝલ છે, જેમાં એવા ડેવલોપર્સને ઈન્સેન્ટિવ આપવાની પણ વાત કહેવામાં આવી છે કે, જે ભાડાના ઉદ્દેશથી બિલ્ડિંગ બનાવશે.

 (10:25 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS