Mukhy Samachar

News of Friday, 21st April, 2017

યુપીના બાબુ પાસેથી રૂ. ૧૦ કરોડ રોકડા, ૧૦ કિલો સોનું જપ્ત

આયકર વિભાગનું સફળ ઓપરેશન

યુપીના બાબુ પાસેથી રૂ. ૧૦ કરોડ રોકડા, ૧૦ કિલો સોનું જપ્ત

   નવી દિલ્હી તા. ૨૧ : ઉત્ત્ર પ્રદેશના એક સિનિયર અમલદારના ઘરે ત્રાટકેલા આવકવેરા ખાતાને રૂ. ૧૦ કરોડ રોકડા અને ૧૦ કિલો સોનું મળી આવ્યા હતા.

   'સરકારી નોકરો સામે ચલાવાતી કાળાં નાણાંની ઝુંબેશના એક ભાગરૂપે નોઈડામાં આવેલી નોઈડા ઓથોરિટીના એક ભૂતપૂર્વ ઓફિસર ઓન ડ્યૂટી (ઓએસડી)નાં ચાર સ્થળ પર આવકવેરા ખાતાના અધિકારીઓ ત્રાટકયા હતા', એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

   આવકવેરા ખાતાંની ટુકડીઓએ વહેલી સવારથી શોધકાર્ય શરૂ કર્યું હતું, તે દરમિયાન તેમને રાજયના સેલ્સ ટેકસ વિભાગના વધારાના કમિશનરના નોઈડમાંના નિવાસસ્થાનેથી રૂ. ૧૦ કરોડ રોકડા અને ૧૦ કિલો સોનું મળી આવ્યા હતા.

   'આ અધિકારી અત્યારે કાનપુરમાં ફરજ બજાવે છે', એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  આવકવેરા ખાતાએ અમલદારો અને સરકારી કર્મચારીઓ સામે થોડા દિવસ અગાઉથી કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં તેમને રૂ. ૨૦ કરોડની બેનામી આવક મળી આવી છે. છેલ્લાં ત્રણ દિવસમાં આવકવેરા ખાતાએ ઉત્ત્ર પ્રદેશ અને ઉત્ત્રાખંડના ચાર અમલદારોનાં ઠેકાણાં પર છાપા માર્યા છે.

   છેલ્લાં બે દિવસમાં આ રાજયોમાં રહેલા ચાર સરકારી કર્મચારીઓના ઠેકાણા પર છાપા મારવામાં આવ્યા છે, તેમાં ઉત્ત્ર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમ લિમિટેડ (યુપી આરએનએન)ના દહેરાદૂનમાંના જનરલ મેનેજરનો પણ સમાવેશ થાય છેલૃ, એમ સત્ત્ાવાર સાધનોએ જણાવ્યું હતું.

   'સેંકડો વિઘા જમીનમાં ફેલાયેલા ફાર્મ હાઉસ અને બીજા શહેરોમાંની સ્થાયી મિલકતોમાં બેનામી મૂડીરોકાણ કરવામાં આવ્યું હોવાનું આ દસ્તાનેજોમાં જણાવાયું છે,' એમ આ સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

   આ અધિકારી અને તેમના કુટુંબીજનો પાસેથી રેન્જ રોવર, ઓડી અને બીએમડબલ્યુ જેવી પોશ કારો પણ મળી આવી હતી, જે કબજે કરવામાં આવી હતી.(૨૧.૭)

 (10:25 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS