Mukhy Samachar

News of Friday, 21st April, 2017

સંસદીય સમિતિનું ફરી ઉર્જિત પટેલને તેડું

<br />સંસદીય સમિતિનું ફરી ઉર્જિત પટેલને તેડું

   નવી દિલ્હી તા. ૨૧ : ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહની દલીલને કારણે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલને સંસદીય સમિતિએ નોટબંધી મામલે ફરી ૨૫મી મેને દિવસે હાજર થવા જણાવ્યું હતું.

   અત્રે રસપ્રદ બાબત એ છે કે આ અગાઉ જયારેે પટેલને જાન્યુઆરીમાં સંસદની નાણાં ખાતાની સંસદીય સમિતિએ બોલાવ્યા હતા, એ વખતે મનમોહનસિંહ જે પોતે એક વખત ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂકયા છે, એમણે 'રિઝર્વ બેંકને સંસ્થા તરીકે સન્માન આપવું જોઇએ અને પટેલને અવળા સવાલો ન પૂછવા જોઇએ' એમ કહીને વધુ પૂછતાછ ન કરવાની ભલામણ કરી હતી.

   સત્ત્ાવાર સૂત્રો અને કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે આ મામલે ચર્ચા થવી બાકી હોવાથી પટેલને નોટબંધી વિશે કેટલાક સવાલો પૂછવા માટે બોલાવવામાં આવ્યા છે. કમિટીના નિશિકાંત દુબે સહિત ભાજપના નેતાઓ પટેલને ફરી બોલાવવા નહોતા માગતા, પણ મનમોહનસિંહ સહિત વિરોધ પક્ષના સભ્યોએ પટેલને ફરી બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો.(૨૧.૭)

 (10:24 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો