Mukhy Samachar

News of Friday, 21st April, 2017

MCD ચૂંટણીમાં ત્રણેય નગર નિગમમાં ભાજપ જીતી શકે છે

એબીપી ન્યુઝ - સીવોટરનો સર્વે

MCD ચૂંટણીમાં ત્રણેય નગર નિગમમાં ભાજપ જીતી શકે છે

   નવી દિલ્હી તા. ૨૧ : MCD ચૂંટણીમાં ભજાપ એકવાર ફરીથી ત્રણેય નગર નિગમો પર કબ્જો કરી શકે છે. એબીપી ન્યુઝ અને સીવોટર સર્વે અનુસાર ૨૭૨ વાળી એમસીડીમાં ભાજપને ૧૭૯ સીટો મળી શકે છે. સર્વે અનુસાર ભાજપને જબર્દસ્ત જનસમર્થન મળતુ જોવાઇ રહ્યું છે. યૂપી સહિત ૫ રાજયોની ચૂંટણી પરિણામ બાદ દિલ્હીમાં ભાજપનાં મત શેર પણ વધતો જોવા મળી રહ્યો છે. સર્વેમાં સમગ્ર દિલ્હીમાં ભાજપનાં વોટ શેરમાં ૬.૪ ટકાનાં વધારો જોવા મળી રહ્યો છે.

   બીજી તરફ કોંગ્રેસનાં મત શેરમાં ૩.૧ ટકા અને આમ આદમી પાર્ટી (આપ)નાં વોટ શેરમાં ૧.૧ ટકાની મજબુતી જોવા મળી રહી છે. સર્વેમાં આપને ત્રણેય નગર નિગમમાં કુલ ૪૫ સીટો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર ૨૬ સીટો મળવાનું અનુમાન છે. એમસીડી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાની તમામ તાકાત અઝમાવી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઘણુ મુશ્કેલ પરિસ્થિતી છે. આપ કોંગ્રેસ પાસેથી એમસીડી ચૂંટણીમાં બીજુ સ્થાન ઝુંટવી રહેલી જોઇ શકાય છે.

   સર્વે અનુસાર ભાજપને દિલ્હીમાં ૪૧.૯ ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને ૨૦ અને આપને ૨૭.૫ ટકા મોટ મળી શકે છે. અન્યને ૩.૯ ટકા મત્ત મળવાની આશા છે.સર્વે અનુસાર પુર્વી દિલ્હીમાં ભાજપને ૪૩ સીટો મળી શકે છે. કોંગ્રેસને ૮ અને અને આપનો ૧૧ સીટોનું અનુમાન લગાવ્યું છે.(૨૧.૬)

 (10:23 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો