Mukhy Samachar

News of Friday, 21st April, 2017

GST આવે તે પૂર્વે જ્વેલર્સ દ્વિધામાં : બેથી અઢી ટકા ટેકસ સ્લેબની માગણી

   નવી દિલ્હી તા. ૨૧ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરવાની સમય સીમા ધીમે ધીમે ઘટી રહી છે. આગામી મે મહિનામાં સોના સહિત તમામ કોમોડિટી કયા ટેકસ માળખા હેઠળ આવશે તે અંગેનો નિર્ણય થઇ જશે, જોકે સ્થાનિક જવેલર્સ જીએસટી કયા દરે આવશે તે અંગે દ્વિધા અનુભવી રહ્યા છે.

   જવેલર્સના એક વર્ગનું સ્પષ્ટ માનવું છે કે ઘડામણ ચાર્જને સર્વિસ ચાર્જ માનવામાં આવે છે અને તેને બિલમાં અલગ દર્શાવવામાં આવે છે, પરંતુ ઘડામણ ચાર્જિસને સેવા માનવામાં આવે તેવા સંજોગોમાં જીએસટી અંતર્ગત ઘડામણ ચાર્જ હેઠળ ૧૮ ટકાના દરે ટેકસ લાગુ થઇ શકે છે, પરંતુ કેટલાક જવેલર્સનું કહેવું છે કે જવેલરીના ઘડામણ ચાર્જિસને જવેલરીની કિંમતમાં સામેલ કરવામાં આવે અને જેના કારણે ઘડામણ ચાર્જિસને અલગ દર્શાવવામાં ના આવે તેવી સ્થિતિમાં જીએસટી અંતર્ગત તેના પર બે ટકા ટેકસ લાગી શકે છે.

   જવેલર્સનું કહેવું છે કે જો ઘડામણ ચાર્જિસને સર્વિસ ટેકસ અંતર્ગત લાવવામાં આવે તો જવેલર્સ ઉપર વધારાનો એક અંદાજ મુજબ ૫,૦૦૦થી ૫,૨૦૦ કરોડનો બોજો વધી શકે છે.

   દરમિયાન અમદાવાદ જવેલર એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનાની જણાવ્યા પ્રમાણે જીએસટી ચાર ટકાના દરે લાદવામાં આવે તો પણ કારોબારીઓ પર બોજ વધી શકે છે. અમે બેથી અઢી ટકાના ટેકસ સ્લેબમાં જીએસટી આવે તેવી માગ કરી રહ્યા છીએ.(૨૧.૬)

 (10:22 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS