Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ભાડુઆત મકાન ઉપર કબજો જમાવી ન શકે તેવા નિયમો આવે છે

મકાન માલિક વિના સંકોચે પોતાનુ મકાન ભાડે આપી શકશેઃ નવી રેન્ટલ હાઉસીંગ પોલીસી આવે છેઃ મકાન માલિકનું મકાન સુરક્ષિત જ રહેશેઃ ગરીબો પાસે ભાડાનુ ઘર ખરીદવાનો વિકલ્પ પણ મળશેઃ ખાનગી જમીન પર બતેલા મકાનને ખરીદવા પર મળશે ૧,પ૦,૦૦૦ની સબસીડીઃ રેન્ટ ટુ ઓન સ્કીમ આવશે

ભાડુઆત મકાન ઉપર કબજો જમાવી ન શકે તેવા નિયમો આવે છે

   નવી દિલ્હી તા.ર૧ : દેશમાં મકાનોની અછત દુર કરવા માટે સરકાર ટુંક સમયમાં રેન્ટલ હાઉસીંગ પોલીસી લાવવા જઇ રહી છે જે હેઠળ મકાન ભાડા પર ભાડે દેનારને સરકાર ફાયદો અપાવશે. એ સુનિશ્ચિત કરાશે કે ભાડુઆત મકાન ઉપર કબજો જમાવી ન શકે. આ સિવાય સરકાર પ્રાઇવેટ કંપનીઓને પણ રેન્ટલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન આપશે. પોલીસીની કેબીનેટ નોટ તૈયાર કરી લેવામાં આવી છે ટુંક સમયમાં તેને કેબીનેટ સમક્ષ રખાશે.

   અત્યારે જે રેન્ટ કંટ્રોલ એકટ છે તે ભાડુઆતના પક્ષમાં છે તેથી લોકો ઘર ભાડે આપતા ૧૦૦ વખત વિચારતા હોય છે. ર૦૧૧ના રિપોર્ટ મુજબ દેશમાં એવા ૧.૧૦ કરોડ મકાન ખાલી પડેલા છે. નવી પોલીસીમાં સરકાર મોડલ રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરશે. જેમાં એ સુનિશ્ચિત થશે કે મકાન માલિકનું મકાન સુરક્ષિત રહે. રાજય સરકારોને ભાડા પર મકાન આપનારને ઘરેલુ દરે વિજળી, પાણી, હાઉસટેક્ષ દેવા જણાવાશે. સરકારની આ પોલીસી સફળ રહી તો શહેરોમાં મકાનોની સમસ્યા સમાપ્ત થઇ જશે.

   સરકાર હાઉસ રેન્ટલ પોલીસી લાવશે જેમાં શહેરોમાં આવતા પ્રવાસી લોકોને સરકારી સંસ્થાઓ પાસેથી મકાન ભાડે લેવાની સુવિધા મળશે એટલુ જ નહી ભવિષ્યમાં તેમની પાસે ભાડાના મકાનને જ સરળ હપ્તામાં પુરી કિંમત ચુકવીને ખરીદવાનો વિકલ્પ પણ મળશે. આ સ્કીમનું નામ રેન્ટ ટુ ઓન હશે. જે નેશનલ અર્બન રેન્ટલ હાઉસીંગ પોલીસી હેઠળ લોન્ચ કરવામાં આવશે.

   આ સિવાય સરકાર ખાનગી જમીન પર બનેલા મકાનોને ખરીદવા પર ગરીબ લોકોને ૧,પ૦,૦૦૦ લાખ રૂપિયાની સબસીડી આપવાનો વિચાર પણ કરે છે. સરકારના કહેવા મુજબ ર૦૧૯ સુધીમાં ૧પ રાજયોમાં કોઇ ઘરવિહોણા નહી રહે. રેન્ટ ટુ ઓન સ્કીમનો લાભ એ છે કે શરૂઆતમાં કેટલાક નશ્ચિત વર્ષો માટે ઘર લીઝ પર લેવાશે, ખરીદનારે દર મહિને હપ્તો બેંકમાં જમા કરાવવો પડશે. જેમાંથી કેટલોક ભાડા તરીકે બાકીનો જમા થશે. ખરીદનાર તરફથી જમા કરાવવામાં આવેલ હપ્તાની રકમ જયારે ૧૦ ટકા સુધી થઇ જશે પછી મકાન તેના નામે રજીસ્ટર થઇ શકશે. જો લીઝ પર લેનાર વ્યકિત રકમ જમા કરાવી ન શકે તો સરકાર આ મકાનને ફરી વેચી દેશે. આ સિવાય ભાડાની સાથે જમા કરવામાં આવેલ રકમ ભાડુઆતને વગર વ્યાજે પરત કરી દેવાશે.(૩-૩)

 (09:54 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો