Mukhy Samachar

News of Friday, 21st April, 2017

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ISIS ત્રાટકયું: ૧નું મોત

પેરિસમાં ગઇકાલે રાત્રે હથિયારધારી હુમલાખોરોએ પોલીસ ઉપર કર્યુ અંધાધુંધ ફાયરીંગઃ બેને ઇજાઃ આઇએસઆઇએસએ હુમલાની જવાબદારી લીધીઃ ર૦૧પથી અત્યાર સુધીમાં ર૩૮ લોકો હુમલાનો શિકાર

ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ISIS ત્રાટકયું: ૧નું મોત

   પેરિસ તા.ર૧ : ફ્રાન્સનું પાટનગર પેરિસ ફરી એક વખત ત્રાસવાદી હુમલાનુ શિકાર બન્યુ છે. ગઇકાલે રાત્રે પેરિસમાં પોલીસ અધિકારીઓને નિશાના ઉપર લઇ ગોળીબાર થયો હતો જેમાં એક અધિકારીનું મોત થયુ હતુ અને બેને ગંભીર ઇજા થઇ હતી. પોલીસની વળતી કાર્યવાહીમાં એક શંકાસ્પદ વ્યકિતને ફુંકી મારવામાં આવ્યો હતો તો બીજાની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાખોરને પોતાનો લડાકુ ગણાવતા હુમલાની જવાબદારી લીધી છે. ફ્રાન્સમાં રવિવારે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે.

   ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રેન્કવા ઓલાન્દેએ કહ્યુ છે કે, જે હુમલાખોર માર્યો ગયો તે ત્રાસવાદી કૃત્ય હતુ. આ હુમલામાં બીજા કેટલાક લોકો પણ સામેલ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે બે લોકોએ પોલીસ અધિકારીઓની ગાડી ઉપર હુમલો કર્યો હતો. એક હુમલાખોર ગાડીમાંથી બહાર નીકળ્યો અને તેણે પોલીસ ઉપર મશીનગનથી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત થયુ હતુ અને બે અધિકારીને ગંભીર ઇજા થઇ હતી. આ હુમલો પેરિસના શોએલીઝે વિસ્તારમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર થયો હતો. આ જગ્યા શહેરની જાણીતી જગ્યા છે.

   આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. હુમલાખોરે સમજી વિચારીને એક ષડયંત્ર હેઠળ પોલીસવાળાઓને નિશાના ઉપર લીધા હતા. ફ્રાન્સના મીડીયાના જણાવ્યા પ્રમાણે ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસએ આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલાખોરની ઓળખ થઇ ગઇ છે. આઇએસઆઇએસ સમર્થક વેબસાઇટ પર જણાવાયુ છે કે તેનુ નામ અબુ યુસુફ અલ બલજીકી છે. આ હુમલામાં વધુ લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ થઇ છે.

   ફ્રાન્સમાં રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે તે પહેલા આ હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. ફ્રાન્સમાં ર૦૧પ થી અત્યાર સુધીમાં ત્રાસવાદી હુમલામાં ર૩૮ લોકોના મોત થયા છે. મોટાભાગના હુમલા આઇએસઆઇએસએ કર્યા છે. આ હુમલાની વિશ્વભરમાં ટીકા થઇ છે.

 (09:36 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો