Mukhy Samachar

News of Friday, 21st April, 2017

અભિનય ક્ષેત્રે પણ ચિત્રકારની કમાલ

'ધ પેઇન્ટર' દસ્તાવેજી ફિલ્મમાં શરદ રાઠોડ અભિનય આપે છેઃ 'સ્ટ્રોક વિથ સ્કવેર' ફિલ્મમાં શરદ રાઠોડનો અભિનય બોલીવૂડે વખાણ્યો : મોટાગજાના દિગ્દર્શક ધર્મેન્દ્રનાથ ઓઝા રાજકોટમાં

અભિનય ક્ષેત્રે પણ ચિત્રકારની કમાલ

          શરદ રાઠોડ કહે છે, સૌરાષ્ટ્રના ચિત્રકારો વૃંદાવન સોલંકી અને અવિનાશ ઠાકરની પ્રેરણા - માર્ગદર્શન મને ઉપયોગી રહ્યા છે.

          પેઇન્ટરો પોતાના દેખાવથી વધારે ઓળખાતા હોય છે. શરદ રાઠોડ પોતાના પેઇન્ટિંગથી ઓળખાય છે. લાંબા - વાળ - ઝભ્ભો એવું કંઇ જ નહિ... આ મુદ્દે પૂછતા શ્રી રાઠોડ કહે છે કે, હું દેખાવમાં ઉર્જા વાપરતો નથી. ઘણી વખત બાહ્ય દેખાવ જેવું ચિત્ર ન હોય તો પેઇન્ટર હાસ્યાસ્પદ બનતા હોય છે.

          શરદ રાઠોડ કિશોરાવસ્થામાં હતા ત્યારે સૌરાષ્ટ્ર ચિત્ર શાળામાં ચિત્રો શીખવાના વર્ગો ચાલતા. રૂ. ૧૫ ફી હતી. શરદ રાઠોડ ફી ભરવા સક્ષમ ન હતા, તેઓ વર્ગની બહાર લોબીમાં બેસીને ચિત્રો શીખતા.

          પેઇન્ટરની ઉંમર વધે તેમ તેના ચિત્રો જવાન બનવા જોઇએ. સૌરાષ્ટ્રના મોટાભાગનાં ચિત્રકારોની ઉંમર વધે છે, પણ ચિત્રો બાળક જેવા જ રહે છે શરદ રાઠોડ કહે છે, પેઇન્ટરો માનસિક પુવર ન રહે. દ્રષ્ટિકોણ વિકસાવે અને સમયાનુસાર પરિવર્તન લાવે.

          ૨૦૧૨ની સાલમાં અમદાવાદમાં ૧૦૪૪ ચિત્રકારોએ સાથે મળીને સાડા ચાર કિલોમીટર લાંબુ ચિત્ર દોરીને વિક્રમ સર્જ્યો હતો. આ ઐતિહાસિક ઘટનામાં શરદ રાઠોડે પણ ભાગ લીધો હતો.

          શરદ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાંકરીયા કાર્નિવલમાં સર્જાયેલી ચિત્રકલા ગુજરાતનું ગૌરવ બની છે.

          શરદ રાઠોડની વિશેષતા એ છે કે, એ નાના ચિત્રોથી માંડીને મહાકાય ચિત્રો મોજથી સર્જી શકે છે.

          મહાકૌશલ કલા પરિષદ ઓલ ઇન્ડીયા આર્ટ પ્રદર્શનનો એવોર્ડ ૧૯૮૮ - ૧૯૯૨માં શરદ રાઠોડે પ્રાપ્ત કર્યો હતો.

          શરદ રાઠોડે ૧૯૮૭માં જહાંગીર આર્ટ ગેલેરીમાં ગ્રુપ-શો, તાજ આર્ટ ગેલેરીમાં વન મેન શો, તાજમહેલ હોટલમાં પણ પ્રદર્શનો કર્યા છે.

          'સ્ટ્રોક વિથ સ્કવેર' દસ્તાવેજી ફિલ્મમાં શરદ રાઠોડે બ્લાઇન્ડ પેઇન્ટર તરીકે અભિનય આપ્યો છે. હાલ પણ ધર્મેન્દ્ર ઓઝા દિગ્દર્શિત 'ધ પેઇન્ટર' ફિલ્મમાં અભિનય આપી રહ્યા છે.

          રાજકોટથી માંડીને રાષ્ટ્રની હસ્તીઓએ શરદ રાઠોડને માન - સન્માનો આપયા છે. જેમાં આર્કિટેકટ નૌશિર તલાટી - મુંબઇ, આર્કિટેકટ કિશોર ત્રિવેદી - રાજકોટ, આર્કિટેકટ કિરીટ કામદાર - રાજકોટ, આર્કિટેકટ ઇલ્યાસ પાનવાલા રાજકોટ, રાજકોટના યુવરાજ માંધાતાસિંહજી, તાજમહલ હોટલ - મુંબઇ - બેંગલુરૂ, ડી.પી.હરિયાણી - મુંબઇ, જી.આર.એન્જીનિયરીંગ કો. - મુંબઇ, સીમા પટેલ - ન્યૂયોર્ક, શ્રીમતિ બજાજ - મુંબઇ, ભરતભાઇ દોશી સી.એ. - મુંબઇ, દિલીપસિંહ રાણા - રાજકોટ, આચાર્ય ઘનશ્યામ મહારાજ - ગોંડલ, રામકૃષ્ણ મિશન - રાજકોટ, મનસુખભાઇ ટીલવા - રાજકોટ, ભરતભાઇ પટેલ - રાજકોટ વગેરે તરફથી પ્રશસ્તિપત્રો પ્રાપ્ત થયા છે.

       

 (02:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS