Mukhy Samachar

News of Friday, 21st April, 2017

શરદ રાઠોડ દ્વારા રાજકોટમાં આર્ટ ગેલેરીનું નિર્માણ

યાજ્ઞિક રોડ પર રાષ્ટ્રીય સ્તરની આર્ટ ગેલેરી બનશેઃ ઓગસ્ટમાં ઉદ્ઘાટનઃ બેંગ્લોરના બિલ્ડર દ્વારા ૧૦૦ ચિત્રોનો ઓર્ડર : શરદ રાઠોડ છવાઇ ગયાઃ ૬૦૦૦ સ્કવેર ફૂટમાં સેન્ટ્રલી એ.સી. ગેલેરી સૌરાષ્ટ્રનું નઝરાણુ બનશે : ૨૦૦૦ સ્કવેર ફૂટનો સ્ટુડિયોઃ ઉભરતા ચિત્રકારોને સ્ટેજ - માર્ગદર્શન અપાશે : ઉદ્ઘાટનમાં નામી હસ્તીઓ આવશે

શરદ રાઠોડ દ્વારા રાજકોટમાં આર્ટ ગેલેરીનું નિર્માણ

      રાજકોટ, તા. ૧૮ :. રાજકોટમાં ધબકતા રાષ્ટ્રીયસ્તરના ચિત્રકાર બોમ્બેમાં ખૂબ વખાણાયા છે. તેવા શરદ રાઠોડ સૌરાષ્ટ્રના ચિત્ર જગતને રાષ્ટ્રીયસ્તર સુધી લઈ જવા એકલા હાથે ભગીરથકાર્ય કરી રહ્યા છે.

      શરદભાઈ કહે છે, સૌરાષ્ટ્રમાં કલા માહોલ જ નથી. ચિત્રકારોને પ્રેરણા મળે તેવી સુવિધા-વ્યવસ્થા કે વિચારો નથી. આ માહોલને બદલવા મેં સંકલ્પ કર્યો છે. રાજકોટમાં રાષ્ટ્રીયસ્તરની આર્ટ ગેલેરીનું નિર્માણ કરી રહ્યો છું, જેનુ ઉદઘાટન ઓગષ્ટ મહિનામાં થાય તેવુ આયોજન છે.

      રાજકોટના યાજ્ઞિક રોડ પર ૬૦૦૦ સ્કવેર ફુટમાં ભવ્યાતીભવ્ય સેન્ટ્રલી એ.સી. આર્ટ ગેલેરીનું નિર્માણ શરદ રાઠોડ કરી રહ્યા છે. આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રને રાષ્ટ્રીયસ્તરની આર્ટ ગેલેરી પ્રાપ્ત થશે.

      શ્રી રાઠોડ કહે છે કે, મારૃં વર્ષો પહેલાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યુ છે. આ ગેલેરી ગુજરાતની ગણનાપાત્ર આર્ટ ગેલેરી બનશે. ઉભરતા ચિત્રકારોને અહીં સ્ટેજ મળશે. માર્ગદર્શન પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પેઈન્ટીંગના બદલાતા પ્રવાહો અંગે માહિતગાર રખાશે.

      ઉભરતા ચિત્રકારો શરદ રાઠોડને આઈકોન માને છે. આર્ટ ગેલેરી અંગે બધા ઉત્સુક છે. આર્ટ ગેલેરીના ઉદઘાટનમાં રાષ્ટ્રીયસ્તરની હસ્તીઓ આવશે. શરદ રાઠોડે સંઘર્ષ કર્યો છે. વિઝીટીંગ કાર્ડ વગર કામ કર્યુ છે. આર્ટ ગેલેરીમાં ૨૦૦૦ સ્કવેર ફૂટનો અત્યાધુનિક સ્ટુડીયો પણ હશે. પૂર્ણ ગેલેરી રાજકોટનું જોવાલાયક સ્થળ બનશે.

      શ્રી રાઠોડ કહે છે કે, ચિત્રકારો દ્રષ્ટિકોણનો વ્યાપ વિસ્તારે તો રાષ્ટ્રીયસ્તરે ખૂબ મોટો સ્કોપ છે. એક જ ઘરેડમાં પરંપરાગત ચિત્રકલા કર્યે રાખવાથી વિશેષ ઓળખ સ્થાપીત થતી નથી.

      શ્રી રાઠોડે માત્ર મુંબઈમાં જ નહિં, રાષ્ટ્રમાં પોતાની ઓળખ સ્થાપિત કરી છે. પિતાશ્રીના નિધન બાદ શરદ રાઠોડનો સમય પુરો થઈ ગયો છે, તેવુ ટીકાકારો માનતા હતા, પરંતુ દુઃખદ સમય બાદ શરદભાઈ બમણા જોશથી મેદાનમાં આવ્યા. બેંગ્લોરના મોટા બિલ્ડર સાથે ૧૦૦ ચિત્રોનો કોન્ટ્રાકટ કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી.

      ૧૦૦ ચિત્રોના કરારમાંથી ૬૦ ચિત્રો તેઓએ આપી દીધા છે, ૪૦ પેઈન્ટીંગનું કામ ચાલું છે. શ્રી રાઠોડે રિયાલિસ્ટીક, મોડર્ન અને કલાસિક પ્રકારનું ઉચ્ચ દરજ્જાનું કામ આપીને બેંગ્લોરમાં અલગ સ્થાન જમાવ્યું છે.

       

 (02:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS