Samachar International

News of Friday, 21st April, 2017

બે બાળકોનો પિતા લગ્નનાં ૮ વર્ષ પછીસ્ત્રી બની ગયો, હવે પત્‍નીની બેસ્‍ટ ફ્રેન્‍ડ બનીને સાથે રહે છે

બે બાળકોનો પિતા લગ્નનાં ૮ વર્ષ પછીસ્ત્રી બની ગયો, હવે પત્‍નીની બેસ્‍ટ ફ્રેન્‍ડ બનીને સાથે રહે છે

   લંડન,તા.૨૧: ઇગ્‍લેન્‍ડના લીડ્‍સ શહેરમાં આઠ વર્ષ પહેલા પરણેલો બે સંતાનો પિતા સેક્‍સ- ચેન્‍જ સર્જરી કરાવીનેસ્ત્રી બની ગયો. વાત કંઇક એમ છે કે જેમ્‍સ કોહેન નામના ભાઇના જીવનમાં બાહ્ય રીતે બધું ખુટતું લાગતું હતું. ભાઇ ૨૦૦૯માં પ્રેમમાં પડયા અને ગમતી કન્‍યા એરીઆન સાથે લગ્ન પણ ર્ક્‍યાં. ફુટબોલના જબરા શોખીન એવા જેમ્‍સના ઘરે તરત પારણું પણ બંધાઇ ગયું હાલમાં તેને આઠ અને છ વર્ષની દીકરી પણ છે. અલબત્ત, લગ્ન પછીના સમયમાં પત્‍ની એરીઆનને લાગ્‍યા કરતું હતું કે તેનો પતિ આમ તો પર્ફેક્‍ટ અસબન્‍ડ છે, પણ તે અંદરથી ખુશ નથી. જેમ્‍સને પત્‍નીનાં કપડા અને વેડીંગ ગાઉન પ્રત્‍યે જબરું વળગણ હતું આવી ઘણીબધી બાબતો વિશે પત્‍નીએ જ્‍યારે જાણવાની કોશિશ કરી ત્‍યારે જેમ્‍સે ઘટસ્‍ફોટ ર્ક્‍યો કે તેને પોતાનું પુરૂષ હોવું પસંદ નથી. જો તેસ્ત્રી બની જાય તો જિંદગીને ખુલ્લા દિલે માણી શકશે એવું તેને લાગે છે. બસ, પછી તો શું? એરીઆન તૈયાર થઇ ગઇ. જેમ્‍સનું સેક્‍સ- ચેન્‍જ કરીને તેનેસ્ત્રી બનાવવામાં પત્‍નીએ ખૂબ જ સપોર્ટ ર્ક્‍યો. હોર્મોનલ થેરપીથી શરૂઆત થયેલી સફરમાં ચાર વર્ષ ગયા. હવે જેમ્‍સનું નવું નામ કારા છે. હજીયે તેમનો પરીવાર એમનો એમ જ અકબંધ છે. હવે કારા અને એરીઆન પતિ- પત્‍ની નહીં, સહેલીઓની જેમ સાથે રહે છે અને બાળકોને ઉછેરે છે.

 (04:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS