Samachar International

News of Friday, 21st April, 2017

ત્રીજા વિશ્વયુધ્‍ધ ભણી ધકેલાતું વિશ્વ

અમેરીકા - રશિયા, અમેરીકા - સીરિયા વચ્‍ચે સંબંધો વણસતા

ત્રીજા વિશ્વયુધ્‍ધ ભણી ધકેલાતું વિશ્વ

   વોશિંગ્‍ટન તા. ૨૧ :  રશિયા, અમેરિકા અને સીરિયા વચ્‍ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ લાગે છે. અને પરમાણુ યુદ્ધની આશંકાથી લોકોમાં ડરની લાગણી જોવા મળી રહી છે. આ બધી ઘટનાઓ વચ્‍ચે એક વાત સામે આવી છે કે, જે વ્‍યક્‍તિએ અમેરિકાની પ્રેસિડેન્‍ટની ચૂંટણી વખતે ડોનાલ્‍ડ ટ્રમ્‍પના જીતવાની આગાહી કરી હતી, એ જ શખ્‍શે હવે ત્રીજુ વિશ્વયુદ્ધ શરુ થવાની આગાહી ચોક્કસ તારીખ સાથે કરી છે.

   આ વાત વિશ્વના શાંતિપ્રિય લોકો માટે કોઈ આંચકાથી ઓછી નથી. આ આગાહી કરનારો શખ્‍શ છે ક્‍લેયરવાયંટ હોરોસિઓ વિલગૈસ. તેના જણાવ્‍યા પ્રમાણે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજે આવીને ઉભી છે. વધુમાં વિલગૈસે જણાવ્‍યું કે, ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ અમેરિકન પ્રેસિડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હશે.

   વિલગૈસે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્‍યું છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ ૧૩મી મેથી શરૂ થશે. તેમણે એમ પણ જણાવ્‍યું કે, મહાસત્તા સીરિયા પર હુમલો કરશે અને આ હુમલો કેમિકલ હથિયારોથી કરવામાં આવશે. આ હુમલા બાદ રશિયા, નોર્થ કોરિયા અને ચીન વચ્‍ચે સંઘર્ષની શરુઆત થશે. વિલગૈસના જણાવ્‍યા મુજબ ત્રીજું વિશ્વયુદ્ધ ૧૩ મેથી ૧૩ ઓક્‍ટોબર ૨૦૧૭ સુધી ચાલશે. જેમાં કરોડોની સંખ્‍યામાં માનવ જીવનનો સંહાર થશે. વિલગૈસે નાષોદમસ દ્વારા કરવામાં આવેલી એ ભવિષ્‍યવાણીનું સમર્થન કર્યું છે, જેમાં નાષોદમસે કહ્યું હતું કે, ‘અનેક મહાસત્તાઓ એક સાથે યુદ્ધના મેદાનમાં ઉતરશે અને મનુષ્‍ય અને જાનવરોનો વિનાશ થશે.'

   વિલગૈસના જણાવ્‍યા મુજબ સીરિયાના પ્રેસિડેન્‍ટનું કેમિકલ વિસ્‍ફોટમાં મૃત્‍યુ થશે અને ત્‍યારબાદ યુદ્ધ વધુ ભયાનક થઈ જશે. વિલગૈસની ભવિષ્‍યવાણી મુજબ ૧૩ એપ્રિલથી ૧૩ મે દરમિયાન વિશ્વમાં વિનાશકારી હુમલાઓની ખોટી અફવાઓ સાંભળવા મળશે. આ અફવાઓને ઉત્તર કોરિયા અને સીરિયા વાસ્‍તવિકતામાં પરિવર્તિત કરશે અને યુદ્ધની શરુઆત કરશે.

 (04:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS