Samachar International

News of Friday, 21st April, 2017

દાંત બગાડે નહીં એવી કલરલેસ કોફી આવી

<br /> દાંત બગાડે નહીં એવી કલરલેસ કોફી આવી

      લંડન તા. ૨૧:  કોફી વિશ્વામાં સૌથી વધુ પિવાતું પીણું છે. એ છતાં કોફી પીવાથી દાંત્‍ પર પડી જતા ડાઘાને કારણે ઘણા લોકો ભાવતી હોવા છતાં પીતા નથી. એ વાત સાબિત થઇ ચૂકી છે કે કોફી વધુ પીવાથી તમારા મોતીના દાણા જેવા દાંત પીળા પડી જાય છે. હવે સ્‍લોવેકિયાના બે ભાઇઓએ મળીને ક્‍લિયર કોફી તૈયાર કરી છે. યસ આ કોફી લિટરલી પાણી જેવી પારદર્શક અને ક્‍લિયર હોય છે. પ્‍યોર અરેબિકા કોફીના બીન્‍સ અને પાણીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા આ પીણામાં કોઇ જ એડિશનલ ફલેવર કે પ્રિઝર્વેટિવ્‍સ નાખવામાં નથી આવ્‍યા પારદર્શક પાણીમાં કોફીની ફલેવર જળવાય એ માટે સ્‍લોવેકિયાના આ સંશોધક ભાઇઓએ મહિનાઓનું રિસર્ચ ર્ક્‍યું છે. કલરલેસ કોફીમાં ફલેવર ઓરિજિનલ રાખવામાં આવી છે. પણ પ્રોસેસિંગ દરમ્‍યાન કેફીન નીકળી જતું હોવાથી વધારાનું કેફીન ઉપરથી ઉમેરવામાં આવ્‍યું છે. જેથી એ પીધા પછી કોફી જેવી જ કિક આપે છે.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS