Samachar International

News of Friday, 21st April, 2017

ડેન્‍ટિસ્‍ટનો ડર લાગતો હોવાથી દાંતનો સડો વધે છે

ડેન્‍ટિસ્‍ટનો ડર લાગતો હોવાથી દાંતનો સડો વધે છે

   નવી દિલ્‍હી તા. ૨૧: આમ તો દાંતની સંભાળ રાખવાનું કામ ડેન્‍ટિસ્‍ટ કરે છે. પરંતુ મોટા ભાગના લોકો તેમના દાંત્‍માં કંઇ પણ તકલીફ થાય તો ડેન્‍ટિસ્‍ટ પાસે જવાનું ને ત્‍યાં સુધી ટાળે છે. બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના અભ્‍યાસીઓનું કહેવું છે કે ઘણા લોકોને ડેન્‍ટિસ્‍ટનો ફોબિયા હોય છે. તેમને દાંતની સફાઇ માટે જરૂરી રૂટીન પ્રક્રિયાઓનો પણ ડર ગાલે છે જેને કારણે તેમનાં દાંત્‍માં તકલીફ થઇ હોય તો એ વહેલી તકે પકડાતી નથી. દાંતમાં સડો શરૂ થાય ત્‍યારે જ જો એજું નિદાન અને સારવાર કરી લેવામાં આવે તો દાંતને વધુ બગડતો અટકાવી શકાય. પરંતુ ડેન્‍ટિસ્‍ટ ફોબિયાને કારણે નિયમિત ડેન્‍ટિસ્‍ટ પાસે જવાનું ટાળે છે. દાંતની સારવાનો ફોબિયા ધરાવતા લોકો સડેલા દાંતની સારવા કરાવીને એને સાચવવાની કોશિશ કરવાને બદલે એને પડાવી નાખવાનો શોર્ટકટ અપનાવતા હોય છે.

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS