Samachar International

News of Friday, 21st April, 2017

કસરત પહેલાં બીટનો જૂસ પીશો તો મગજ યંગ રહેશે

કસરત પહેલાં બીટનો જૂસ પીશો તો મગજ યંગ રહેશે

   નવી દિલ્‍હી તા. ૨૧: વૃદ્ધાવસ્‍થામાં જો  મગજને બરોબર ઘોડાની જેમ દોડતું રાખવું હોય તો બે ચીજ કરવી જોઇએ. એક  તો કસરત કરવી જોઇએ અને બીજું કસરત કરતાં પહેલાં બીટનો જૂસ પીવો જોઇએ અમેરિકાની વેક ફોરેસ્‍ટ યુનિવર્સિટીના સાયન્‍ટિસ્‍ટોનું આવું કહેવું છે. જો મગજને ઘરડું ન થવા દેવું હોય તેમ જ યંગ અને સ્‍ફૂર્તિલું રાખવું હોય તો બીટના જૂસ સાથે ફિઝિકલ એક્‍ટિવિટી કરવી જોઇએ. આ વતા વૈજ્ઞાનિકોએ અભ્‍યાસ કરીને પુરવાર કરી છે. પંચાવનથી વધુ વર્ષના ૨૬સ્ત્રી-પુરૂષો પર અભ્‍યાસ ર્ક્‍યો હતો. આ વોલન્‍ટિયર્સ એક્‍સરસાઇઝ નહોતા કરતા અને હાઇપરટેન્‍શન માટે બે કે એથી વધુ દવાઓ નિયમિત લેતા હતાં. અભ્‍યાસીઓએ આખા  લોકોને અઠવાડિયામાં ત્રણ વાર પચાસ મિનિટથી લઇને એક કલાક સુધી વોકિંગ એક્‍સરસાઇઝ કરવાનું કહ્યું હતું. એક ગ્રુપને કસરત પહેલાં બીટરૂટનો જૂસ અથવા જૂસમાંથી નીકળતા નાઇટ્રેટ કમ્‍પાઉન્‍ડનું સપ્‍લિમેન્‍ટ આપવામાં આવ્‍યું અને બીજા ગ્રુપને કંઇ  જ નહોતું આપવામાં આવ્‍યું. લગભગ છ અઠવાડિયાંના પ્રયોગ પછી કસરત અને બીટના જૂસનું કોમ્‍બિનેશન લેતા વયસ્‍કોના શરીરમાં ઓક્‍સિજનનું ભ્રમણ સુધર્યું હતું. આ લોકોની હાઇપરટેન્‍શનની સમસ્‍યા કન્‍ટ્રોલમાં હતી એટલું જ નહીં મગજના કોષોની કાર્યક્ષમતા પણ સુધરી હતી.

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS