Samachar International

News of Friday, 21st April, 2017

કારને વધુ મજબૂત બનાવવા માટે વાંસ અને પ્‍લાસ્‍ટિકમાંથી કારનું ઇન્‍ટીરિયર બનાવવાની તૈયારી કરી રહી છે ફોર્ડ મોટર્સ

    ન્‍યુયોર્ક તા. ૨૧: અમેરિકન ઓટોમેકર કંપની ફોર્ડ મોટર્સ હવે વાહનને વધુ મજબૂત બનાવવા માટે કુદરતી ચીજોનો વપરાશ કરવાની છે. કપંનીનું કહેવું છે કે એ બહુ જલદી જ સુપરહાર્ડ મટીરિયલ બનાવવા માટે વાહનની અંદરના ઇન્‍ટીરિયરમાં વાંસ અને પ્‍લાસ્‍ટિકનો એકસાથે ઉપયોગ કરશે. કંપનીના રિસર્ચ સેન્‍ટરનું કહેવું છે  કે વાંસ બહુ જ સરસ ચીજ છે. એ મજબૂત પણ હોય છે અને ફલેક્‍સિબલ પણ એમાં બદલાવ કરવાનું પણ સંભવ છે. બામ્‍બુને તપાવીને એની મજબૂતાઇ અને લચીલાપણાની ટેસ્‍ટ કરવામાં આવી છે. અને વધુમાં વધુ કેટલું તાપમાન એ સહન કરી શકે છે. એ પણ નોંધાયું છે. તમામ ટેસ્‍ટમાં વાંસ અને પ્‍લાસ્‍ટિકનું મિશ્રણ પાર ઉતર્યું છે.

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS