Samachar International

News of Friday, 21st April, 2017

પડોશીના ઘરની પચાસ ફુટ ઊંચી વાડને કારણે આ ભાઇના ડિવોર્સ થયા

પડોશીના ઘરની પચાસ ફુટ ઊંચી વાડને કારણે આ ભાઇના ડિવોર્સ થયા

   લંડન,તા.૨૧: સ્‍કોટલેન્‍ડમાં ૬૪ વર્ષના કેમીસ્‍ટ કુદરતી સૌદર્યની વચાળે રહેવાના શોખને કારણે રિટાયર થયા પછી ગામના વિશાળ ઘરમાં રહેવા ગયાં. જોકે ગામના ઘરમાં તેમને શાંતિ મળી નહીં. એનું કારણ હતું. પાડોશીના ઘરે ઉગાડેલી અને બેફામ વધતી વાડને કારણે તેમના ઘરમાંથી દેખાતું કુદરતી સૌદર્ય બ્‍લોક થઇ જતું હતું. સામાન્‍ય રીતે વાડ ત્રણથી ચાર ફુટ ઊચી હોય, પણ પાડોશીની વાડ પૂરા ૪૦  ફુટથીય ઊંચી થઇ ગઇ હતી. આ ભાઇએ પાડોશીને નોટીસ પાઠવી પણ જાણે કાને જ ન પડયું હોય એમ પાડોશીએ કોઇ પગલા ન લીધાં. આખો દિવસ ઘરમાં જ રહેતા આ નિવૃત ભાઇનું કહેવું છે કે ઊંચી વાડને કારણે તેમના ઘરમાં તડકો નથી આવતો અને એને કારણે  તેમનો મૂડ ખરાબ રહે છે એટલું જ નહીં, ખરાબ મૂડને કારણે પત્‍ની સાથે વધુ ઝઘડા થયા અને પત્‍નીને ડિવોર્સ આપવા પડયાં. હકીકતમાં આ જ કારણ છે કે કેમ એ તો ભગવાન જાણે, પણ ભાઇએ આવો દાવો કરીને કોર્ટમાં કેસ ર્ક્‍યો છે અને જલદીથી વાડ કાપવાની અને અત્‍યાર સુધીમાં થયેલા નુકશાન માટે દંડ ભરપાઇ કરવાની માગણી કરી છે.

 (03:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS