Samachar International

News of Friday, 21st April, 2017

નબળી ઊંઘ તમને નિરાશાવાદી બનાવી શકે છે

નબળી ઊંઘ તમને નિરાશાવાદી બનાવી શકે છે

   નવીદિલ્‍હી,તા.૨૧: ઊંઘ માત્ર મૂડ અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પર જ અસર કરે છે એવું નથી. અપૂરતી અને નબળી ઊંઘ તમારી વિચારવાની પદ્ધતિ અથવા તો નજરીયો જ બદલી નાખી શકે છે. અમેરીકાની યુનિવર્સિટી ઓફ ઇલીનોઇના સિર્ચરોનું કહેવું છે કે સતત લાંબા સમય સુધી અપૂરતી ઊંઘ મળતી હોય એવા લોકોની વિચારધારા નિરાશાવાદી થઇ જાય છે. કોઇપણ ઘટના, ચીજ બાબતે તઓ હકારાત્‍મક વિચાર કરવાને બદલે  એન્‍ગ્‍ઝાયટી ડિપ્રેશન અને નેગેટીવ ફીલીગ્‍સ અનુભવે એવી શક્‍યતા વધારે હોય છે. અભ્‍યાસીઓ ૧૮થી૬૫ વર્ષની વયના ૭૮ લોકોની માનસીક સ્‍વસ્‍થતા, વિચારવાનો નજરીયો તપાસીને તેમની છેલ્લા એક મહિનાની ઊંઘના રેકોર્ડ સાથે સરખાવી હતી. એમાં નોંધાયું હતું કે જે લોકો પથારીમાં લાંબા સમય પડખા ઘસતા પડી રહે છે. અને ઊંઘવામાં મુશ્‍કેલી અનુભવે છે તેમની વિચારધારા નકારાત્‍મક વધુ હોય છે. આ જ વાતનો સાયન્‍ટિફીક સબૂત મેળવવા રિસર્ચરોએ નિરાશાવાદી વિચારધારા ધરાવતા લોકોના મગજની મેગ્નેટીકા રેઝોનન્‍સ ઇમેજીંગ ટેસ્‍ટ પણ કરી જેમાં અપૂરતી ઊંઘને કારણે મગજના લાગણીઓ સાથે સંકળાયેલા ભાગનાં નોર્મલ કરતા વધુ કે ઓછી એક્‍ટિવીટી નોંધાઇ હતી.

 (03:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS