Samachar Gujarat

News of Friday, 21st April, 2017

એસપીથી લઇ ડીજીપી સુધીનો ‘બઢતીરથ' આગળ ન વધવા પાછળનું આ છે રહસ્‍ય

મહત્‍વની રેન્‍જોમાં કોને ગોઠવવા? રજનીશ રાયની બાદબાકી કઇ રીતે કરવી? એ.કે.સિંઘ અને આશીષ ભાટીયા સાથે એ.કે.સુરોલીયા-મોહન ઝા અને ટી.એસ.બિસ્‍તને કઇ રીતે ડીજી બનાવી દેવા ભારે મથામણ : ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ તથા એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) એમ.એસ.ડાગુરે તો પોતાનું કાર્ય ઝડપથી પુર્ણ કર્યુ છે, પરંતુ દિલ્‍હીથી લઇ ગાંધીનગર સુધીના સબંધકર્તા ટોચના રાજકારણીઓ હજુ અનિર્ણીતઃ વાંક કોઇનો અને સજા કોઇને જેવો તાલ પ્રવર્તી રહયાનો વ્‍યાપક મત

એસપીથી લઇ ડીજીપી સુધીનો ‘બઢતીરથ' આગળ ન વધવા પાછળનું આ છે રહસ્‍ય

   રાજકોટ, તા., ૨૧: રાજય પોલીસ તંત્રમાં અસાધારણ ઝડપ દાખવી મુખ્‍ય સચિવ અને એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) દ્વારા એસપીથી લઇ ડીજીપી સુધીની બઢતી માટે ડીપીસી બોલાવી લઇ તેમાં નિયત નામો  કન્‍સીડર કરી લીધા હોવા છતાં ટોચના રાજકારણીઓ બઢતી ઓર્ડર કે તે દ્વારા બદલી ઓર્ડરો રીલીઝ કરતા ન હોવાથી આઇપીએસ અફસરોના મનોબળ પર અને કામગીરી પર અસર થવા લાગી છે અને આવા અફસરોને સરકારને માત્ર કામ કઢાવવામાં જ રસ હોવાનું સ્‍વભાવીક ‘ફીલ'  થઇ રહયું છે.

   એસપીથી લઇ ડીજી સુધીના ખાલી સ્‍થાનો ભરવા પાછળના વિલંબના જે કારણોની ચર્ચા આઇપીએસ વર્તુળોમાં ચાલે છે તે મુજબ એસપીથી ડીઆઇજી કે ડીઆઇજી થી આઇજી બનાવી તો દેવા સહેલા પણ ચુંટણી ધ્‍યાને રાખી કોને કઇ રેન્‍જ આપી કોને રાજી કરવા કોને નારાજ કરવા તથા મહત્‍વની મનાતી રેન્‍જોમાં કોને ગોઠવી દેવા? તે નક્કી કરી શકતા નથી.

   આઇજી ટુ એડીશ્નલ ડીજીપીમાં બઢતી આપવામાં ૧૯૯ર બેચના રજનીશ રાય સાથે તત્‍કાલીન મોદી સરકારને સતીષ વર્મા માફક ૩૬નો આંક હોવાથી તેમને બઢતી આપવા સ્‍વભાવીક સરકાર ખુશ ન હોવાના વિલંબની ચર્ચા છે. ઘણા આઇપીએસ એવું માને છે કે આવા પ્રશ્ને દ્રઢ વલણ રાખી જે કાલે કરવુ છે તે આજે કરી સરકારનાં ‘બોલ્‍ડ' નિર્ણયનું પ્રતિવાદીત કરવું જોઇએ.

   ડીજીપી લેવલની વાત કરીએ તો ડીજીપીની બઢતીમાં ગુજરાત અન્‍ય રાજયો કરતાં ખુબ જ પાછળ છે અને હાલમાં ૮૩ બેચના પ્રમોદકુમારને જ બઢતી અપાઇ છે આ પછીના સ્‍થાને આઇબીનાં શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા પાસે ફકત ચુંટણીલક્ષી કાર્ય અર્થાત આઇબીનું જ કાર્ય કરાવવાનું હોવાથી તેમને હાલમાં ડીજી બનાવવામાં વિલંબ થઇ રહયાનું પણ આઇપીએસ વર્તુળો માને છે. તેમને બઢતી ન મળે તો સ્‍વભાવીક બીજા આ પછીના ક્રમે ૮૪ બેચ છે. જેમાં તીર્થરાજ તથા વિપુલ વિજોય છે. વિપુલ વિજોય આઇપીએસ ચર્ચા મુજબ સુપરસીડ થાય તો ૧૯૮પ બેચને ચાન્‍સ રહે. ૧૯૮પ બેચમાં ડીજીપીની વધુ જગ્‍યાઓ રાજય સરકાર  પોતાના અધિકાર પરત્‍વે ન કરે તો ફકત અમદાવાદ સીપી એ.કે.સિંઘને ચાન્‍સ રહે.

   ૧૯૮પ બેચ રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ આઇપીએસની બેચ છે જેમાં એટીએસના એ.કે.સુરોલીયા, સીઆઇડી ક્રાઇમના આશીષ ભાટીયા, એડી ડીજી એડમન મોહન ઝા જેવા અફસરો છે. આમા મોહન ઝા તો ર૦૧૯માં નિવૃત થઇ જશે. અર્થાત ડીજી બનવાના ચાન્‍સ ન રહે.

   સ્‍વભાવીક રીતે આ બેચે દેશના અન્‍ય રાજયોનાં આઇપીએસ કે જેઆ બેચના છે અને ડીજી કયારના બની ચુકયા છે તે મુજબ ડીજીપી બનાવવા માંગ કર્યાની ચર્ચા છે. ન્‍યાય ખાતા આ બેંચનને ‘એડહોક' બઢતી આપી ડીજી બનાવવા જોઇએ તેવી લાગણી તમામ સ્‍તરે છે. આવા સંજોગોમાં બદલી-બઢતી ચક્ર અટકે છે.

 (04:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS