Samachar Gujarat

News of Friday, 21st April, 2017

૧લી મેએ રાહુલ ગુજરાત આવશે? રાજકોટ અથવા મહેસાણા કે ડેડીયાપાડાની મુલાકાત લેશે!

ગુજરાતના સ્‍થાપના દિન નિમિતે

૧લી મેએ રાહુલ ગુજરાત આવશે? રાજકોટ અથવા મહેસાણા કે ડેડીયાપાડાની મુલાકાત લેશે!

   નવી દિલ્‍હી તા. ૨૧ : કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી આગામી ૧મેએ ગુજરાત દિને રાજયની મુલાકાતે આવે તેવી શકયતા છે. આધારભૂત સૂત્રોના જણાવ્‍યા મુજબ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુજરાત દિન નિમિત્તે રાજયની મુલાકાતે આવવા રાહુલ ગાંધીને આમંત્રણ પાઠવ્‍યું છે.

   ગુજરાત કોંગ્રેસમાં આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ધમાધમાટ વધ્‍યો છે. ટોચના નેતાઓ અવારનવાર જાહેરમાં વહેલી ચૂંટણી થવાના સંકેત આપે છે. આની સાથે સાથે ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્‍યપ્રધાનપદના દાવેદારની આગોતરી જાહેરાત કરી દેવાની અમુક નેતાઓની માંગણી છે. પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામત સમક્ષ રજૂઆત કરાઇ હોઇ આ મામલો છેક દિલ્‍હી હાઇકમાન્‍ડ સુધી પહોંચ્‍યો છે. આવા મોહોલની વચ્‍ચે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધી એક દિવસની ગુજરાતની મુલાકાત લે તેવી પ્રબળ શકયતા છે.

   પક્ષના ટોચના સૂત્રો કહે છે ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે રાહુલ ગાંધી રાજયના પ્રવાસ ખેડે તે માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વિધિવત્‌ આમંત્રણ પાઠવી દીધું છે. રાહુલ ગાંધી રાજકોટ અથવા મહેસાણા અથવા દક્ષિણ ગુજરાત ડેડીયાપાડાની મુલાકાત લે તેવી શકયતા છે.

 (04:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS