Samachar Gujarat

News of Friday, 21st April, 2017

ગુજરાત ઇનોવેશન સોસાયટીનો ‘ગુજરાત રત્‍ન એવોર્ડ પંકજ પટેલને એનાયત

   અમદાવાદ : ગુજરાત ઇનોવેશન સોસાયટી (જીઆઇએસ)એ કેડિલા હેલ્‍થકેર લિ.ના ચેરમેન તથા મેનેજીંગ ડાયરેકટર પંકજ પટેલને ભારતીય ફાર્માસ્‍યુટીક, હેલ્‍થકેર અને એજ્‍યુકેશન ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ ‘ગુજરાત રત્‍ન એવોડ' એનાયત કરેલ છે. જીઆઇએસએ ૧૯મીના રોજ બુધવારે છઠ્ઠા ઇનોવેશન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં ઇસરોના ચેરમેન શ્રી એ.એસ. કિરણ કુમાર, રાજયકક્ષાના (ઉદ્યોગ અને ખાણ, નાણું) મંત્રી રોહિતભાઇ પટેલ તથા ટીઆરઆરએઆઇએન (ટ્રસ્‍ટ ઓફ રીટેલર્સ એન્‍ડ રીટેલ એસોસિએટસ ઓફ ઇન્‍ડિયા)ના સ્‍થાપક બી.એસ. નાગેશ હાજર રહ્યા હતાં તેમ ગુજરાત ઇનોવેશન સોસાયટીના સ્‍થાપક ચેરમેન સુનિલ શાહે જણાવેલ હતું.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS