Samachar Gujarat

News of Friday, 21st April, 2017

પક્ષમાં જ પૂછાય છે પ્રશ્ન : કોંગ્રેસ આવે છે?

ટિકિટના દાવેદારોને બાદ કરતા સૌ નિરસ : હાઇકમાન્‍ડની અનિર્ણાયકતાથી બધા અવઢવમાં!! : વીસ હજાર કે વધુ મતોથી કે બે વખત હારેલાને ટિકિટ અપાશે? દાવેદારોને સતાવ તો પ્રશ્ન

પક્ષમાં જ પૂછાય છે પ્રશ્ન : કોંગ્રેસ આવે છે?

   અમદાવાદ તા. ૨૧ : મોટા ઉપાડે પ્રદેશ કોંગ્રેસે સૂત્ર વહેતુ તો મુક્‍યું કે કોંગ્રેસ આવે છે' પરંતુ આ સૂત્ર કોંગ્રેસ પક્ષમાં જ મજાક બની ને રહી ગયું છે. પક્ષમાં અત્‍યારે સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ બની ગયો છે કે કોંગ્રેસ આવે છે ?'

   પ્રદેશ કોંગ્રેસ તથા હાઇકમાન્‍ડની અનિર્ણાયકતાથી ધારાસભ્‍યો, દાવેદારો, કાર્યકરો સહિતના બધા અકળાઇ રહ્યા છે. પ્રદેશ કક્ષાના નેતાઓના વિરોધાભાસી નિવેદનો તથા વલણોથી ભારે અવઢવ ભરી પરિસ્‍થિતિ પેદા થઇ રહી છે.

   ટિકિટ ફાળવણીના નિયમો અંગે ટોચના નેતાઓના અકળાવનારા મૌનથી અને તાજેતરના ભાજપ વિરૂધ્‍ધના બે-ત્રણ મોટા એવા પ્રકરણો હતા જેનાથી કાર્યકરો ભારે ઉત્‍સાહમાં આવી ગયા હતા પરંતુ ટાઇ-ટાઇ ફીશ થઇ જતા સૌ મૂંઝાયા છે.

   થોડા સમય પહેલા જોરશોરથી ગાજ્‍યું અને ગજાવાયુ કે કોંગ્રેસ આવે છે પરંતુ હવે પક્ષમાં જ સૌ વ્‍યંગમાં પ્રશ્ન કરી રહ્યા છે કે શું ખરેખર કોંગ્રેસ આવે છે? આવવા માંગે છે કે ભાજપવાળા કહે છે કે કોંગ્રેસ જાય છે એ સાચું ?

   ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો વહેલા નક્કી કરવા અને સત્તાવાર જાહેરાત કરવાની જાહેરાત માત્ર જાહેરાત જ રહી છે તો અમદાવાદ સહિત પાંચ મહાનગરો અને કેટલાક જિલ્લાઓમાં એક્‍ટિંગ પ્રમુખો પાર્ટીનું ગાડું ગબડાવી રહ્યા છે. પ્રદેશનું માળખું વિખેરી નાખ્‍યા પછી હાઈકમાન્‍ડની મંજૂરીથી નવા હોદ્દેદારોની વરણી ઝડપથી કરીને સંગઠનને ચેતનવંતુ બનાવવાની વાતો હવામાં ઓગળી ગઈ છે. રાજયના અનેક શહેરો અને જિલ્લાઓમાં સ્‍થાનિક સ્‍તરે સંગઠનની નિમણૂકો બાકી હોવાથી ચૂંટણી પહેલાં જ નિષ્‍ક્રિયતા જોવા મળી રહી છે. પ્રદેશના એક અગ્રણીએ જણાવ્‍યું કે, અત્‍યારે કોંગ્રેસમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં દાવેદારોની સક્રિયતા જોવા મળી રહી છે. પ્રદેશનું માળખું વિખેરી નખાયું હોવાથી વર્તમાન હોદ્દેદારો પાસે નિર્ણય લેવાની સત્તા નથી તો બીજીતરફ હોદ્દો મળવાની આશાએ બેઠેલાં આગેવાનો હોદ્દો ન હોવાથી કોઈ નિર્ણય કરતા નથી. સરવાળે પાર્ટી શ્નસ્‍ટેગ્નેશનઙ્ખમોડમાં આવી ગઈ છે.

   અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના જે શહેરોમાં પ્રમુખની નિમણૂક કરવાની છે તેવા વિસ્‍તારના આગેવાનો સાથેની વાતચીતમાં એવો સૂર વ્‍યક્‍ત થઈ રહ્યો છે કે, ચૂંટણીના વર્ષમાં જો આ પરિસ્‍થિતિ હોય તો ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે! આ સાથે જ સિટીંગ ધારાસભ્‍યોને રિપીટ કરાશે કે નહીં? તેવા સવાલના જવાબમાં પ્રદેશના નેતાઓમાં એક સૂત્રતા જોવા મળતી નથી. એક નેતા રિપીટ કરવાનું કહે છે તો બીજા નેતા જીતી શકે તેવા વ્‍યક્‍તિને જ ટિકિટ આપવાના નિયમનો હવાલો આપી રહ્યા છે! ધારાસભ્‍યો માટે આ સ્‍થિતિમાં ચૂંટણીની તૈયારીઓ કરવી કે ટિકિટનું નક્કી થયા પછી મતવિસ્‍તારમાં પ્રાથમિક કામગીરી આદરવી તેનો નિર્ણય કરવું મુશ્‍કેલ બની ગયું છે. એવી જ રીતે આ ચૂંટણીમાં મત વિસ્‍તાર બદલવા માગતા ધારાસભ્‍યો મુંઝવણમાં મૂકાઈ ગયા છે. આ તમામ પ્રશ્નો વચ્‍ચે ૨૦ હજારથી વધુ મતોથી અને સતત બે વાર હારેલાં ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે તેવા નિયમનું પાલન થશે કે કેમ? તેવો યક્ષ પ્રશ્ન ચૂંટણી લડવા માગતા દાવેદારોને સતાવી રહ્યો છે.

 (01:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS