Samachar Gujarat

News of Friday, 21st April, 2017

નરોડા પાટીયા કેસમાં અમિત શાહ સહિત આઠની જુબાની લેવામાં આવે : કોડનાની

નરોડા ગામ બાદ હવે પાટીયાના કેસમાં માયા કોડનાનીએ શાહ સહિત આઠને સમન્સ પાઠવવા હાઇકોર્ટમાં રિટ કરી

નરોડા પાટીયા કેસમાં અમિત શાહ સહિત આઠની જુબાની લેવામાં આવે : કોડનાની

   અમદાવાદ તા. ૨૧ : ૨૦૦૨ના કોમી રમખાણોના કેસો પૈકી નરોડા ગામના કેસમાં અમિત શાહ સહિત અન્ય સાક્ષીઓને જુબાની માટે હાજર રાખવાની માયા કોડનાની માગ નીચલી અદાલતે માન્ય રાખી છે. ત્યારે હવે તેમણે નરોડા પાટિયા કેસમાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત આઠ સાક્ષીઓને જુબાની લેવાની માગ કરતી રિટ હાઇકોર્ટ સમક્ષ કરી છે. નરોડા પાટિયા હત્યાકાંડના ચકચારી મુદ્દે માયા કોડનાનીને ડેઝિગ્નેટેડ કોર્ટે ૨૮ વર્ષની આકરી કેદ ફટકારી હતી અને એ મામલે હાઇકોર્ટ સમક્ષ હાલ અપીલ ચાલી રહી છે.

   આ મામલે માયા કોડનાનીએ હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજી કરીને રજૂઆત કરી છે કે,શ્નનરોડા પાટિયા કેસમાં ન્યાયના હિતમાં સીઆરપીસીની કલમ ૩૯૧ હેઠળ અમિત શાહ સહિત ૮ સાક્ષીઓને જુબાની માટે બોલાવવામાં આવે. હાઇકોર્ટને આ રીતે વધારાનો પુરાવો લેવાની સત્ત્ા છે. ન્યાયના હિતમાં અને સત્ય બહાર લાવવા માટે હાઇકોર્ટે આઠ સાક્ષીઓને તપાસવા માટે બોલાવવામાં આવે. જેથી સત્ય સુધી પહોંચી શકાય.

   ૨૦૦૨ના રમખાણોમાં નરોડા પાટિયાકાંડ ચર્ચાસ્પદ બન્યો હતો. આ કેસમાં લાંબી કાયદાકીય લડતના અંતે સ્પેશિયલ કોર્ટે વર્ષ ૨૦૧૨માં એક ઐતિહાસિક ચુકાદો આપતા માયાબેનને મુખ્ય સૂત્રધાર ઠેરવી ૨૮ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આવા જ એક અન્ય નરોડા ગામ કેસમાં માયાબેને અમિત શાહને જુબાની માટે બોલાવવા માટે અરજી કરી હતી. જે નીચલી અદાલતે ગ્રાહ્ય રાખી હતી બનાવ સમયે તેઓ વિધાનસભામાં હતા અને તે બાબતને લગતા પુરાવા માટે તેમણે આ અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે અમિત શાહ સહિત અમુક કાર્યકરો તેમની હોસ્પિટલનો સ્ટાફ અને નજીક રહેતા લોકો મહત્ત્વના સાક્ષી છે. તેમની જુબાની લેવામાં આવે તો મામલો વધુ સ્પષ્ટ થઇ શકે છે. નીચલી કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી હતી.

   માયાબેન નરોડા પાટિયા કેસમાં જેલની સજા ભોગવી રહ્યા હતા દરમિયાન તેમને સારવાર સહિતના મુદ્દે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે. તેઓ હાલ જામીન ઉપર મુકત છે. ત્યારે તેમણે નરોડા ગામ બાદ હવે નરોડા પાટિયા કેસમાં પણ આ સાક્ષીઓની જુબાની લેવા માટેની માગ કરી છે.

 (10:21 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS