Samachar Business

News of Friday, 21st April, 2017

રાજયમાં ઉનાળુ વાવેતર વધીને ૮,૧૧ લાખ હેકટરે પહોંચ્યું: સરેરાશ ૮૨ ટકા વાવણી પૂર્ણ

ગતવર્ષની તુલનાએ મકાઈનું બમણું: તલનું ૬૧ ટકા અને બાજરીનું ૨૭ ટકા વધ્યું

રાજયમાં ઉનાળુ વાવેતર વધીને ૮,૧૧ લાખ  હેકટરે પહોંચ્યું: સરેરાશ ૮૨ ટકા વાવણી પૂર્ણ

   રાજયમાં ઉનાળુ વાવેતર વેગમાં છે કૃષિ વિભાગ ના આંકડા મુજબ રાજયમાં ૧૭મી  એપ્રિલ સુધીમાં કુલ ૮,૧૧ લાખ હેકટરમાં વાવેતર થયું છે જે ગતવર્ષે આ સમય ગાળામાં ૭,૨૭ લાખ હેકટર હતું આમ ગયાવર્ષની તુલનાએ વાવેતર ૧૧ ટકા વધ્યું છે.

    જેમાં મકાઈનું વાવેતર ગયાવર્ષ કરતા ૧૧૨ ટકા વધીને ૧,૨૭ લાખ હેકટરમાં થયું છે જયારે તલનું વાવેતર ૬૧ ટકા વધીને ૨૦,૯૦૦ હેકટરમાં થયું છે.

    મગફળીનું વાવેતર ૧૭ ટકા વધીને ૬,૯૪ લાખ હેકટરે પહોંચ્યું છે જયારે બાજરીનું વાવેતર ૨૭ ટકા વધીને ૨,૪૮ લાખ હેકટરમાં થયું છે. રાજયમાં છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર ૯,૮૩ લાખ હેકટરમાં થાય છે તેની તુલનાએ ૮૨ ટકા વાવણી પૂર્ણ થઇ છે.

 (09:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS