Samachar Business

News of Friday, 21st April, 2017

તુવેરની સરકારી ખરીદી લક્ષ્યાંક કરતા બમણી છતાં ટેકા માટે ટળવળતા ભાવ

તુવેરની ૮.૪૦ લાખ ટનની સરકારી ખરીદી મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ભાવ ટેકાથી ઓછા

તુવેરની સરકારી ખરીદી લક્ષ્યાંક કરતા બમણી છતાં ટેકા માટે ટળવળતા ભાવ

   સરકારી એજન્સી નાફેડ દ્વારા દેશમાંથી તા.૧૭મી સુધીમાં તુવેરની કુલ ૮,૪૦ લાખ ટનની ખરીદી કરાઈ છે જોકે સરકારી ખરીદીનો લક્ષ્યાંક ૪,૫૦ લાખ ટનનો હતો આમ લક્ષ્યાંક કરતા બમણી જેવી ખરીદી કરાયા છત્ત્ા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની કેટલીક મંડીઓમાં તુવેરના ભાવ ટેકાથી ઓછા જોવા મળે છે  મહારાષ્ટ્માં જથ્થાબંધ તુવેર દાળના ભાવમાં પ્રતિ કિવન્ટલે છેલ્લા અઠવાડિયામાં ૨૦૦થી ૫૦૦નો ઘટાડો જોવાયો છે  હાલ ભાવ  ૪૦૦૦થી  ૪૨૦૦ પ્રતિ કિવન્ટલની સપાટીએ સરકયા છે બોલાય રહ્યાં છે જયારે સરકારી ટેકાના ભાવ ૫૦૫૦ પ્રતિ કવીન્ટલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં તુવેરની દાળના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો જોવાઇ ચૂકયો છે. મહારાષ્ટ્રના હોલસેલ બજારમાં ચણા, અડદની દાળ અને મગના જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના હોલસેલ બજારમાં  ઘટાડાના પગલે આગામી દિવસોમાં ચણા, અડદ અને મગના ભાવમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ શકે છે. નોંધનીય છે કે હાલ ચણા અને મગ ૭૫થી ૮૦ અડદની દાળ ૯૦થી ૧૦૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહી છે.

 (09:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS