Samachar Business

News of Friday, 21st April, 2017

કોટન અને સ્પીનિંગમાં ભાવ વધતા કાપડ બજારમાં કઠણાઈ

નોટબંધી બાદ ટેકસટાઇલ્સ અને રેડીમેડ ગાર્મેન્ટ્સ સેકટરને ગ્રહણ : રિકવરીના સાંસાથી નવી ડિલિવરી કરવાનું ટાળતા વેપારીઓ

કોટન અને સ્પીનિંગમાં ભાવ વધતા કાપડ બજારમાં કઠણાઈ

   રાજકોટ તા.૨૦: કાપડ બજારમાં નોટબંધી અને ત્યારબાદ ભાવ વધારાને કારણે કઠણાઈનો સામનો કરવો પડી રહયો છે નોટબંધીથી પેમેન્ટ અટકયા હતા તેવામાં બાદ જાન્યુઆરી બાદ કોટનના ભાવમાં ૧૦ ટકાનો વધારો જોવાયો છે અને સ્પિનિંગના ભાવ પણ ૩૦ ટકા વધ્યા છે બીજીતરફ અલગ અલગ કવોલિટીના ગ્રે કાપડના ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.ઉપરાંત પ્રોસેસિંગ યુનિટોએ પણ ચાર્જમાં પ્રતિમીટરે બે ટકા સુધી વધારો કર્યો છે. વેપારીઓના માનવા મુજબ સ્પિનિંગ અને પ્રોસેસિંગ એકમોએ ભાવમાં વધારો કરતા રિટેલ સેકટરમાં માગ ઘટી છે નોટબંધી બાદ પેમેન્ટની ચેઇન તૂટી ગઇ હતી.તેમાં હજુ સુધી સુધારાની અસર જોવા મળી નથી.બીજી બાજુ દક્ષિણનાં રાજયોમાંથી અપેક્ષા મુજબના ઓર્ડર નહીં હોવાના કારણે પણ કારોબાર ઠંડા છે જૂની પેન્ડિંગ રિકવરી આવી નહીં હોવાના કારણે વેપારીઓ નવા ઓર્ડર હોવા છતાં પણ ડિલિવરી કરવાનું ટાળી રહ્યા છે.

   વેપારીઓના કહેવા પ્રમાણે નોટબંધી બાદ જાન્યુઆરીથી જુદા જુદા સેગ્મેન્ટમાં જોવા મળેલા ભાવવધારાના પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે જાન્યુઆરી બાદ કોટન, પ્રોસેસિંગ સહિત ગ્રે કાપડના ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે તેથી કારોબાર ઠંડા પડ્યા છે.નોટબંધી બાદ ટેકસટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ સેકટરને ગ્રહણ લાગ્યું છે. નોટબંધીને પાંચ મહિના કરતા વધુનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં તથા સરકારે અગાઉ મૂકેલી રોકડ ઉપાડની મર્યાદા દૂર કર્યા છતાં સ્થાનિક ટેકસટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ બજારમાં કારોબારની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો જોવા મળ્યો નથી.

 (09:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS