Samachar Bollywood

News of Friday, 21st April, 2017

આજથી બે ફિલ્મો 'નૂર' અને 'માતૃ' રિલીઝ

સોનાક્ષી સિન્હા અને રવિના ટંડનનો મુખ્ય રોલ

આજથી બે ફિલ્મો 'નૂર' અને 'માતૃ' રિલીઝ

   આ શુક્રવારે બે ફિલ્મો 'નૂર' અને 'માતૃ' રિલીઝ થઇ છે.

   નિર્માતા ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, વિક્રમ મલ્હોત્રા, પ્રિયા ગુપ્તા અને શિખા શર્માની આ ફિલ્મ 'નૂર'ના નિર્દેશક સુનિલ સિપ્પી છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, કાનન ગિલ, પૂરબ કોહલી, સાહીબાની દાંડેકરની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મના ડાયલોગ ઇશિતા મોઇત્રા ઉધવાનીએ લખ્યા છે. સબા ઇમ્તિયાઝની નવલકથા 'કરાચી, યુ આર કિલીંગ મી!' પરથી આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. સંગીત અમાલ મલિકનું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક નરેન તથા બેનેડિકટનું છે.

   સોનાક્ષી ફિલ્મમાં ટીવી ચેનલની એક પત્રકાર નૂરના રોલમાં છે. કહાની જોઇએ તો નૂર મુંબઇ શહેરમાં એકલી રહે છે. તે એકલવાયાપણાથી કંટાળી ગઇ હોય છે, તેની ઇચ્છા છે કે તેને કોઇ પ્રેમ કરનારું મળે.  તે જુદી-જુદી પાર્ટીઓ અને ઇવેન્ટસમાં સતત રિપોર્ટીંગ કરતી હોય છે. પોતાના કામ અને જીવનથી તે ખુશ નથી. નૂરનો ઉદ્દેશ ઉત્સાહ શોધવાનો છે, જેથી કરીને તે જીવનમાં રોમાંચ લાવી શકે.

   એક દિવસ નૂર સામે એવી ઘટના ઘટી જાય છે જે ખોટી હોય છે. નૂર દ્રઢતાથી તેનો સામનો કરશે કે દોષપૂર્ણ વ્યવસ્થા અને કમજોરીને કારણે એ ઘટનાની ઉપેક્ષા કરશે? આ વાત ફિલ્મમાં જોવા મળશે.  ફિલ્મનું ટ્રેલર લોકો પસંદ કરી ચુકયા છે. સોનાક્ષી સાથે પુરબ કોહલી અને કનન ગીલ છે.

   બીજી ફિલ્મ 'માતૃ'ના નિર્માતા માઇકલ પેલીકો અને નિર્દેશક અસ્તાર સૈયદ છે. ફિલ્મમાં રવીના ટંડન, આલિશા ખાન, મધુર મિત્તલ, દિવ્યા જગદલે, અનુરાગ અરોરા, રૂષદ રાણા, સલિમ ખાન સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. સંગીત ફયુઝનનું છે. રવીના ટંડન વિદ્યા ચોહાણ નામની મહિલાના રોલમાં છે. માતૃ ફિલ્મ થકી રવીના ટંડન કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાને દર્શાવાઇ છે. આ ફિલ્મમાં હિંસક રેપ સીન ફિલ્માવાયા છે. આ કારણે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મુશ્કેલી ઉભી થઇ હતી.

 (09:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS